બનાસકાંઠાઃ ડિગ્રી વગરના સ્ટાફે પ્રસૂતિ કરતા બાળકીનો હાથ નકામો થયાનો આક્ષેપ

News18 Gujarati
Updated: September 20, 2019, 3:38 PM IST
બનાસકાંઠાઃ ડિગ્રી વગરના સ્ટાફે પ્રસૂતિ કરતા બાળકીનો હાથ નકામો થયાનો આક્ષેપ
હોસ્પિટલની તસવીર

ધાનેરામાં શુભમ હોસ્ટિપલમાં બે-ત્રણ દિવસ પહેલા નેનાવા ગામની કંચનબેન જાની નામની એક ગર્ભવતી મહિલાની ડિલેવરી કરવામાં આવી હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાકાંઠાઃ સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓની (Pregnant women)પ્રસૂતિ (Delivery)વખતે ડૉક્ટરની બેદરકારીના કારણે ક્યારેક મોત થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, બનાસકાંઠામાં (Banaskantha)એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ટ્રેઇની ડૉક્ટરની ભૂલના કારણે નવજાત બાળકીનો હાથ ફેલ થયો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શુભમ હોસ્ટિપલમાં બે-ત્રણ દિવસ પહેલા નેનાવા ગામની કંચનબેન જાની નામની એક ગર્ભવતી મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. જોકે, આ મહિલાની પ્રસૂતિ મુખ્ય ડોક્ટરના (doctor) બદલે ટ્રેઇની ડોક્ટરે કરી હતી. જેના કારણે જન્મેલી નવજાત બાળકીના હાથે ગંભીર ઇજા પહોંચી હતી. અને બાળકીનો હાથ નકામો થયો હતો.

આ પણ વાંચોઃ-માઉન્ટ આબુમાંથી જુગાર રમતા 19 ગુજરાતીઓ ઝડપાયા, 65 હજાર રૂ.નો મુદ્દામાલ જપ્ત

બાખીનો હાથ નકામો થતાં જ પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. અને ડિગ્રી વગરના સ્ટાફે પ્રસૂતિ કરાવી હોવાના કારણે બાળકીની આવી હાલત થઇ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. જોકે આ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.
First published: September 20, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading