બનાસકાંઠા: છેડતી બાદ રણચંડી બનેલી મહિલાએ રોમિયોને જાહેરમાં ચંપલથી ફટકાર્યો

'ધોલાઇ'ની વીડિયો વાયરલ.

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં એક મહિલાએ રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી હતી.

 • Share this:
  પાલનપુર: રાજ્યમાં મહિલાઓની છેડતી (Molestation)ના અનેક બનાવ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. અનેક કિસ્સામાં મહિલાઓ મુંગા મોઢે ત્રાસ સહન કરી લેતી હોય છે. અમુક કિસ્સામાં મહિલાઓ રણચંડી બનીને છેડતી કરનાર તત્ત્વોને પાઠ પણ ભણાવતી હોય છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માંથી આવો જ એક બનાવ બન્યો છે. જેમાં રણચંડી બનેલી એક મહિલાએ રોમિયોને જાહેરમાં ચંપલથી ફટકાર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media)માં ખૂબ વાયરલ થયો છે. લોકો આ મહિલાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે જો મહિલાઓ આવી જ રીતે પાઠ ભણાવતી રહેશે તો કોઈ છેડતી કરવાની હિંમત નહીં કરે.

  મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં એક મહિલાએ રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી હતી. છેડતી કરનાર રોમિયોને મહિલાએ જાહેરમાં ચંપલથી ફટકાર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અનેક લોકોની હાજરી વચ્ચે મહિલા રોમિયો પર ચંપલ લઈને વરસી પડી હતી. રણચંડી બનેલી મહિલાએ રોમિયોને ચંપલથી ખૂબ ફટકાર્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.

  આ પણ વાંચો: સુરત: બે બાળકના પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે આર્ટીકલશીપ માટે આવતી 20 વર્ષીય યુવતીની કરી છેડતી

  ગુજરાત વિધાનસભામાં સરકારે આજે એટલે કે ત્રીજી એપ્રિલના રોજ બજેટ ભાષણ પહેલા પ્રશ્નોતરી દરમિયાન ગુનાખોરીના આંકડા આપ્યા હતા. જે પ્રમાણે જે પ્રમાણે રાજ્યમાં બળાત્કારની ચારથી વધુ ઘટના બને છે.

  સરકારે રજૂ કરેલા આંકડા:

  >> રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના.
  >> રોજની 3 ખૂનની અને 30 ચોરીની ઘટના.
  >> રોજની 4 કરતા વધુ બળાત્કારની ઘટના.
  >> રોજ 7 અપહરણ, 20 આત્મહત્યાની ઘટનાઓ બની.
  >> રોજ 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટના બની.
  >> રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં લૂંટની 1,520 ઘટના બની.

  આ પણ વાંચો: રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'

  >> હત્યાની 1,944, ધાડની 370 અને ચોરીની 21,995 ઘટના બની.
  >> છેલ્લા બે વર્ષમાં બળાત્કારની 3095, અપહરણની 4829 ઘટના બની.
  >> આત્મહત્યાના 14410, ઘરફોડના 6,190, રાયોટિંગના 2,589 બનાવો બન્યા.
  >> આકસ્મિક મૃત્યુના 27,148, અપમૃત્યુના 41,493 બનાવો નોંધાયા.
  >> રાજ્યમાં હત્યાના પ્રયાસની 18,523 ઘટના નોંધાઇ.
  >> પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4,043 આરોપીઓની ધરપકડ કરી.
  Published by:Vinod Zankhaliya
  First published: