બનાસકાંઠા: ખેતરમાં મૂકેલું ઝટકા મશીન બન્યું 'મોતનું મશીન', વીજ કરંટ લાગતા માતા અને બે પુત્રનાં મોત

ઝટકા મશીનના સંપર્કમાં આવતા ત્રણનાં મોત.

Banaskantha news: ડીસા (Deesa) ખાતે વીજ કર્મચારી અને પાલનપુરના ગઠામણ (Gathaman village) ખાતે ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં ગુરુવારે કુદરતનું કાળચક્ર ફરી વળ્યું હતું. જિલ્લામાં વીજ કરંટથી ચાર લોકોનાં મોત થયા હતા. ડીસા (Deesa) ખાતે વીજ કર્મચારી અને પાલનપુરના ગઠામણ (Gathaman village) ખાતે ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ રીતે બનાસકાંઠામાં એક જ દિવસમાં અલગ અલગ બે બનાવમાં વીજ કરંટથી ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો છે.

  બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં વીજ કરંટને કારણે એક મહિલા અને બે બાળકો સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. જેમાં ડીસાના જોખમનગર ખાતે વીજ ફોલ્ટ થતાં તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજ કર્મચારી પ્રકાશભાઈ નાયીને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

  આ સિવાય પાલનપુર તાલુકાના ગઠામણ ગામ પાસે ખુશાલભાઈ જગાણીયા (Khushalbhai Jaganiya)ના ખેતર ખાતે તેમની પુત્રવધૂ કોકીલાબેન (Kokilaben) અને બે બાળકો જૈમીન અને વેદુનું વીજ કરંટ લાગવાથી નિધન થયું છે. ત્રણેય લોકો ખેતરમાં ફરી રહ્યા હતા તે દરમિયાન ખેતરના શેઢે મૂકેલા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

  Banaskantha 3 electrocuted
  મહિલા અને બે બાળકનાં ઘટનાસ્થળે જ મોત.


  મળતી માહિતી પ્રમાણે પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ સહિતના પશુઓ ને પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. આ ઝટકા મશીનના સંપર્કમાં તેમના પુત્રવધૂ અને બે બાળકો આવી ગયા હતા. તમામનાં મોત થયાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

  મૃતકોનાં નામ:

  કોકીલાબેન ભાવેશભાઈ જગાણીયા (ઉં.વ. 40)
  જૈમિન જગાણીયા (ઉંમર વર્ષ- 12)
  વેદુ જગાણીયા (ઉંમર વર્ષ- 10)

  મળતી માહિતી પ્રમાણે આ અંગે કોઈ જ ફરિયાદ દાખલ થઈ ન હતી. જોકે, વીજ કંપનીના ધ્યાનમાં આ બનાવ આવતા ઝટકા મશીનથી કેવી રીતે ત્રણ લોકોનાં મોત થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે ખેતરમાં પશુઓને પ્રવેશતા રોકવા માટે ઝટકા મશીન મૂકવામાં આવે છે. જેમાં ખેતરના શેઢે તાર બાંધવામાં આવે છે અને તેમાંથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાણી તારના સંપર્કમાં આવે છે ત્યારે તેને વીજળીનો ઝટકો લાગે છે. જે બાદમાં થોડા સમય માટે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: