બનાસકાંઠા: પ્રેમિકાને મળવા આવેલા યુવકને ઝાડ સાથે બાંધીને મુંડન કરાયું

News18 Gujarati
Updated: October 22, 2020, 1:08 PM IST
બનાસકાંઠા: પ્રેમિકાને મળવા આવેલા યુવકને ઝાડ સાથે બાંધીને મુંડન કરાયું
ગામ લોકોએ યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધી હતો.

યુવકને ઝાડ સાથે બાંધીને ગામના લોકોએ ઢોર માર માર્યો હતો, સામે આવેલા વીડિયોમાં યુવકના મોઢા પરથી લોહી વહી રહ્યાનું જોઈ શકાય છે.

  • Share this:
બનાસકાંઠા: જિલ્લામાં ફરી એકવાર તાલિબાની સજાનો એક વીડિયો (Viral Video) વહેતો થયો છે. આજ એટલે કે ગુરુવાર સવારથી જ બનાસકાંઠાના (Banaskantha District) સરહદી વિસ્તારમાં આ વીડિયો ફરતો થયો છે. તેના પરથી આ બનાવ સરહદી વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું કે પોતાની પ્રેમિકા (Lover)ને મળવા આવી પહોંચેલા યુવકને ગામના લોકોએ પકડી લીધો હતો અને તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો.

યુવકને ઝાડ સાથે બાંધીને ગામના લોકોએ ઢોર માર માર્યો હતો. સામે આવેલા વીડિયોમાં યુવકના મોઢા પરથી લોહી વહી રહ્યું હોય તે જોઈ શકાય છે. યુવકના બંને પગ બાંધી દેવામાં આવ્યા હોય છે. આ ઉપરાંત કમરના ભાગથી તેને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. જે બાદમાં યુવકનું અડધું મુંડન કરી દેવામાં આવ્યું હતું. યુવકની હાલત જોઈને તેને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.

યુવક વીડિયોમાં પોતે રાધનપુરનો હોવાનું કહી રહ્યો છે. આ મામલે સરહદી વિસ્તારની પોલીસે વીડિયો કયા ગામનો છે અને તેને ફટકારનાર લોકો કોણ છે તેની તપાસ શરૂ કરી છે. તાલિબાની સજા આપવામાં આવી હતી કે યુવકની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું લાગી રહ્યું છે. વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે યુવક તેને છોડી દેવા માટે આજીજી કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતા લોકો જે ભાષા બોલી રહ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વીડિયો સરહદી વિસ્તારના કોઈ ગામનો છે.

આ પણ વાંચો: નવસારીઃ 28 વર્ષીય નર્સનો આપઘાત, સિવિલના ઉચ્ચ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ બનાસકાંઠા જિલ્લામાં આવો જ બનાવો સામે આવ્યો હતો. જિલ્લાના લાખણી તાલુકાના અસાસણ ગામમાં એક યુવકને ગામ લોકોએ તાલિબાની સજા આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. યુવક અસાસણ ગામમાં તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે રાત્રે પહોંચ્યો હતો. આ વાતની જાણ ગામના લોકોને થતાં યુવકને ઝડપીને તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવકના વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.

આ પણ જુઓ-

યુવક તેના ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની જાણ થતાં જ ગામ લોકોએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. જે બાદ ગામ લોકોએ તેને માર માર્યો હતો. બાદમાં એક યુવકે બ્લેડ વડે યુવકનું મુંડન કરી નાખ્યું હતું. આ દરમિયાન યુવકને માથામાં બ્લેડ પણ વાગી હતી. જે બાદમાં યુવકનું માથું ધૂળથી ભરી દેવામાં આવ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ ગામના કેટલાક યુવકોએ આ અંગેની વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
Published by: Vinod Zankhaliya
First published: October 22, 2020, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading