કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રીઓએ મુજરા કરવા પડતા હતાઃ રૂપાણી
કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રીઓએ મુજરા કરવા પડતા હતાઃ રૂપાણી
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર
સભા સંબોધતા રૂપાણીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રીઓએ મુજરા કરવા પડતા હતા. અમારી સરકારમાં મુખ્યમંત્રીઓ સીધા વડાપ્રધાન મોદીને મળી શકે છે.'
બનાસકાંઠાઃ સીએમ રૂપાણીએ આજે બનાસકાંઠામાં થરાદ બેઠક પર સભા સંબોધી હતી. અહીં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધતા રૂપાણીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રીઓએ મુજરા કરવા પડતા હતા. અમારી સરકારમાં મુખ્યમંત્રીઓ સીધા વડાપ્રધાન મોદીને મળી શકે છે. અમારા એક ફોન પર પીએમ કામ પતાવી દે છે, આ માટે અમારે દિલ્હી પણ જવું પડતું નથી.'
થરાદમાં રેલી સંબોધતા રૂપાણીએ કહ્યું હતું કે, 'બનાસકાંઠામાં વરસાદને કારણે પૂર આવ્યું હતું ત્યારે મેં પાંચ દિવસ અહીં જ રોકાઈને લોકોની સેવા કરી હતી. લોકોના દુઃખમાં ભાગીદાર થવું અને તેમના પડખે ઉભા રહેવું એ અમારા લોહીમાં છે. ઓખી વાવાઝોડું આવવાનું હતું ત્યારે અમે સભાઓ છોડીને એલર્ટ થઈને બેસી ગયા હતા. પ્રજાના દુઃખ માટે અમે રાજકીય ચૂંટણીઓ બાજુ પર મૂકી દઈએ છીએ.'
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુના એક ફાર્મ હાઉસમાં રોકાયા હતા તે ઘટનાને યાદ કરતા રૂપાણીએ કહ્યું હતું કે, 'પૂર વખતે કોંગ્રેસવાળા પ્રજાને દુઃખમાં મૂકીને બેંગલુરુમાં જલસા કરતા હતા. જે લોકો બેંગલુરુમાં જલસા કરતા હતા તેમને ફેંકી દેવાનો આ અવસર છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો. પરંતુ હવે કેન્દ્રમાં આપણા નરેન્દ્રભાઈની સરકાર છે.'
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 'આપણે બનાસકાંઠાને સમુદ્ધ જિલ્લો બનાવવાનો છે. આપણે સાથે મળીને 150નું લક્ષ્ય પાર કરવાનું છે. ગુજરાત સરકાર એ ગરીબોની સરકાર છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર