'રેપના આરોપીને સળગાવી દેવો જોઈએ,' કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

આ પ્રથમ બનાવ નથી જ્યારે ગેનીબેને વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે.

News18 Gujarati
Updated: October 11, 2018, 1:35 PM IST
'રેપના આરોપીને સળગાવી દેવો જોઈએ,' કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન
ગેનીબેન ઠાકોર (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 11, 2018, 1:35 PM IST
બનાસકાંઠાઃ હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના અંગે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે, બળાત્કારના આરોપીના પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ.

વીડિયો આવ્યો સામે

આ અંગે સામે આવેલા વીડિયોમાં વાવના ધારાસભ્ય ગેનીબેન અમુક મહિલા સાથે રેપ કેસ મામલે ચર્ચા કરતા નજરે પડે છે. આ દરમિયાન તેઓ હાજર મહિલાઓને કહે છે કે, "ભારતના કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય છે. આવી ઘટનામાં જે તે સમયે 500-1000 લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ. બળાત્કારના આરોપીને પોલીસને હવાલે ન કરવો જોઈએ. જે સમયે બનાવ બન્યો ત્યારે જ આ પગલું ભરવું જોઈએ."

આ પણ વાંચોઃ ફેક્ટરીઓમાં 80% સ્થાનિકોને રોજગારી નહીં મળે તો આંદોલન કરીશઃ બીજેપીના ધારાસભ્ય

ગેનીબેનના આવા નિવેદન પછી અમુક મહિલાઓને એવું પણ કરી રહી છે કે આવા લોકોને પથ્થરમારીને મારી નાખવા જોઈએ. મળતી મહિલા પ્રમાણે અમુક મહિલાઓ જ્યારે બળાત્કાર મામલે તેમના ઘરે રજુઆત કરી ગઈ હતી ત્યારે તેમણે આવું નિવેદન આપ્યું હતું. જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે ગેનીબેને વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે.

'પાણી નહીં મળે તો ખેડૂતો સરકારી મિલકતોને નુકસાન પહોંચાડશે'
Loading...

જુલાઈ મહિનામાં ગેનીબેન ઠાકોરે ખેડૂતોના સિંચાઈનાઅને લોકોના પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે કલેક્ટર કચેરીએ જઈને રજઆત કરી હતી. આ સમયે તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, "જો બે દિવસમાં સરકાર ખેડૂતોને પાણી નહી આપે તો ખેડૂતો હિંસક બનશે, અને સરકારી મિલકતોને નુકશાન પહોંચાડશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે."

આ પણ વાંચોઃ સદભાવના ઉપવાસઃ અલ્પેશે કહ્યું, 'દેશના દરેક રાજ્યમાં પ્રતિક ઉપવાસ કરીને શાંતિનો સંદેશ આપીશ'

જૂન મહિનામાં તેમણે ખેડૂત શિબિરના શાસક નેતાઓ અને વહીવટી અધિકારીઓને માર મારવાની વાત કરતા કહ્યું હતું કે, "મારૂ ચાલે તો બધાને મારી નાખુ, પછી ભલે મારે જેલમાં જવું પડે."
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...