Home /News /north-gujarat /

બનાસકાંઠાઃ 29 લાખનું બિલ ન ભરતા થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપ્યું

બનાસકાંઠાઃ 29 લાખનું બિલ ન ભરતા થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપ્યું

થરા નગરપાલિકાની તસવીર

વીજ કનેક્શન કપાતા પાલિકામાં કામકાજ ઠપ્પ થઈ જતાં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી પડી હતી.

    આનંદ જયસ્વાલ: બનાસકાંઠામાં થરા નગરપાલિકા એ લાખ્ખો રૂપિયાનો વીજ બિલ ભરપાઈ ના કરતા આજે પાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. વીજ કનેક્શન કપાતા પાલિકામાં કામકાજ ઠપ્પ થઈ જતાં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી પડી હતી.

    કાંકરેજ તાલુકામાં આવેલી થરા નગરપાલિકા માં ફરીથી કનેક્શન કપાઈ ગયું છે વાત જાણે એમ છે કે થરા નગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાનો વીજ બિલ ચડી ગયું હોવા છતાં પણ થરા નગરપાલિકા તે ભરપાઈ કરતી નથી અને તેના કારણે જ વારંવાર UGVCL દ્વારા વીજ કનેક્શન આપી દેવામાં આવે છે.

    અગાઉ પણ થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાઈ ગયું હતું ત્યારબાદ ફરીથી 29 લાખ રૂપિયા જેટલું ચડી જતા UGVCL દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ નગરપાલિકાએ વીજબીલ ભરપાઈ ન કરાતા આખરે આજે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે.

    આ પણ વાંચોઃ-TikTokને કારણે સસ્પેન્ડ થયેલી અલ્પિતા FB પર ખૂબ સક્રિય, મૂકી છે ગ્લેમરસ તસવીરો

    વીજ કનેક્શન કપાતા જ નગરપાલિકા માં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જ્યારે બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વીજ કનેક્શન જોડાણ માટે પ્રયાસો હાથ ધરાયા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha, Due bill, Electricity bill, Thara municipality, UGVCL, ઉત્તર ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन