બનાસકાંઠા: અમીરગઢ પાસે Hit & Run, અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને ફંગોળ્યા, 2ના મોત

બનાસકાંઠા: અમીરગઢ પાસે Hit & Run, અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને ફંગોળ્યા, 2ના મોત
અમીરગઢ હાઈવે પર બાઈક અકસ્માત

બાઈક પર સવાર બે યુવકોને હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા રસ્તામાં ફંગોળાઈ પટકાતા બંન્ને યુવકના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોનાવાયરસના પગલે લોકડાઉનને પગલે છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ અનલોક બાદ છૂટછાટની સાથે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ફરી સતત વધી રહી છે. આવી જ રોડ અકસ્માતની ઘટના બનાસકાંઠાથી સામે આવી છે જેમાં બે વ્યક્તિના પ્રાણ પંખેરૂ ઉડી ગયા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમીરગઢ નેશનલ હાઈવે પર આજે માર્ગ અકસ્માતમાં બે બાઇક સવાર યુવકોના મોત થયા છે. બાઈક પર સવાર બે યુવકોને હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા રસ્તામાં ફંગોળાઈ પટકાતા બંન્ને યુવકના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે. પાલનપુરથી માઉન્ટ આબુ જવાના મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા થોડો સમય ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી.



    ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ટ્રાફિકની સ્થિતિ સંભાળી યુવકો કોણ છે? ક્યાંના છે વગેરે માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ, બંને યુવકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, બંને યુવક અમીરગઢ તાલુકાના ખાનપુર ગામના હોવાનું સામે આવ્યું છે. જેમાં ગજરાભાઈ ભૂરાભાઈ ખરાડી અને ગલાભાઈ વેલાભાઈ દામા બાઈક લઈને સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

    અકસ્માતમાં બાઇક પરથી પટકાયેલા બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. હાલમાં બનાવને પગલે અમીરગઢ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:September 26, 2020, 18:45 pm