બનાસકાંઠામાં બે માર્ગ અકસ્માત: ટ્રેલરે મહિલાને કચડી નાખી; ટ્રેક્ટરની ટક્કરથી બાઇક ચલાકનું મોત

બનાસકાંઠામાં બે માર્ગ અકસ્માત: ટ્રેલરે મહિલાને કચડી નાખી; ટ્રેક્ટરની ટક્કરથી બાઇક ચલાકનું મોત
ટ્રેલર ચાલકે મહિલાને કચડી નાખી.

થરાદ પાસે ટ્રેક્ટરની અડફેટે આવી જતા બાઈક ચાલક અને ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રેલરની અડફેટે આવી જતા એક્ટિવા પાછળ બેઠેલી મહિલાનું મોત થયું છે.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha)માં આજે (મંગળવારે) બે માર્ગ અકસ્માત (Road accidents)માં બે લોકોનાં કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. થરાદ-સાંચોર હાઈવે પર ટ્રેક્ટર (Tractor)ની અડફેટે આવતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ડીસા-રાધનપુર નેશનલ હાઈવે (Deesa Radhanpur national highway) પર ટ્રેલરની અડફેટે આવતા એક્ટીવા પર સવાર એક મહિલાનું કરૂણ મોત નિપજયું હતું.

    બનાસકાંઠામાં આજે બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતોમાં એક મહિલા અને પુરુષનું મોત નીપજયું હતું. વહેલી સવારે થરાદ તાલુકાના મિયાલ ગામના રહેવાસી અને કડિયાકામ કરતાં ચેલાભાઈ મેઘવાળ અને રમેશભાઈ વણકર સાળા-બનેવી રાજસ્થાનથી થરાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન મેસરા ગામ પાસે પાછળથી આવી રહેલા ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક સાળા ચેલાભાઈ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેલાભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.





    આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

    આ સિવાય ડીસા-રાધનપુર હાઇવે પર એક્ટિવ પર સવાર રાજવીર સ્વામી અને કંચનબેન દવે ભીલડી ટોલ પ્લાઝા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બંને ટ્રેલરની અડફેટે આવી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલા ટ્રેલરના પાછલા ટાયર નીચે આવી જતા કચડાતા તેણીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.



    આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

    આ બનાવથી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. ટ્રેલર ચાલક અકસ્માત બાદ ટ્રેલર મૂકીને નાસી ગયો હતો. બનાવને પગલે ભીલડી પોલીસ પણ તાત્કાલિક આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા અને પુરુષનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 13, 2021, 14:55 pm

    ટૉપ ન્યૂઝ