ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું હબ બન્યું, પાલનપુરમાંથી MD ડ્રગ્સ સાથે બેની અટકાયત, 26.33 લાખનો મુદ્દામાલ જપ્ત

બે રાજસ્થાની શખ્સની ધરપકડ

Palanpur MD drugs seize: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ આઠમી વખત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. અઠવાડિયા અગાઉ ડીસામાંથી પણ મેફેડ્રોન, સ્મેક અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા (Banaskantha district)માં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (Drugs)ની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે. જેને નાથવા માટે જિલ્લા પોલીસ પણ સક્રિય બનતા આજે પાલનપુર (Palanpur two arrest with drugs)માંથી બે પરપ્રાંતીય શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  પાલનપુરમાંથી પસાર થતી લક્ઝરી બસમાંથી બે રાજસ્થાની (Rajasthan) શખ્સો ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા હતા. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી (Banaskantha SGO) અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને માહિતી મળતા જ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એરોમા સર્કલ પાસે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને થોભાવી તેમાં તલાસી લેતાં ડ્રગ્સના જથ્થા સાથે બે રાજસ્થાની ઝડપાઈ ગયા હતા.

  પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ બંને શખ્સો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બંને શખ્સોની અટકાયત કરી છે. આ નેટવર્કમાં કેટલા લોકો સંકળાયેલા છે, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ આઠમી વખત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. અઠવાડિયા અગાઉ ડીસામાંથી પણ મેફેડ્રોન, સ્મેક અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. ત્યારે દેશના યુવાધનને બરબાદ કરવા માટેના ચાલી રહેલા ષડયંત્રને અટકાવવા માટે પોલીસ પણ કમર કસી રહી છે.

  આ પણ વાંચો: સુરત : રેસ્ટોરન્ટ માલિક પતિ-પત્ની કરતા હતા ડ્રગ્સનો ધંધો, ગાંજાની હાઇબ્રિડ ગોળી-ચરસ-LSD પકડાયું

  5 મહિનામાં ગુજરાતમાં રૂ.24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

  ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. આ મામલે કૉંગ્રેસ તરફથી પણ ગુજરાત સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસનું કહેવું છે કે ડ્રગ્સ મામલે તાલિબાન કનેક્શન હોવા છતાં સરકાર કોઈ કામગારી નથી કરી રહી. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂ. 24,800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ, 17 જુલાઈએ પોરબંદર નજીક રૂ.3,500 કરોડનું ડ્રગ્સ, અને તાજેતરમાં જ 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી આશરે રૂ. 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: