ધાનેરા પાસે કાર-પિકઅપ જીપ વચ્ચે અકસ્માત, પૂર્વ MLAના પુત્ર-ભત્રીજાનાં મોત

News18 Gujarati
Updated: November 24, 2018, 8:28 AM IST
ધાનેરા પાસે કાર-પિકઅપ જીપ વચ્ચે અકસ્માત, પૂર્વ MLAના પુત્ર-ભત્રીજાનાં મોત

  • Share this:
રાજ્યમાં દિવસેને દિવરે માર્ગ અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. એવામાં બનાસકાંઠાના ધનેરા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અલ્ટો ગાડી સાથે પિકઅપ ગાડીના ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર રાજસ્થાન રાણીવાડાના પૂર્વ ધારાસભ્યના પુત્ર વગતારામ રતનારામ ચૌધરી (ગામ-ગોગ રાજ.) તેમજ અખારામ જોધરામ ચૌધરી (ગામ ગોગ રાજ.) ના મોત નિપજ્યા હતા જ્યારે પુરાભાઈ ઘરમાંભાઈ પટેલ (ગામ-વાસણ) ઉ.60 મફાભાઈ સોમાભાઈ પટેલ (ગામ શેરગઢ) ઉ.60 ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ વધુ સારવાર અર્થે ડીસા રીફર કરવામાં આવ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે કાર અને પિકઅપ જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
First published: November 23, 2018, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading