બનાસકાંઠાઃ બે દિવસમાં બનાસ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

બનાસનદીમાં ડૂબેલા યુવકની તસવીર

બનાસ નદીમાં બે દિવસમાં જ બે યુવકો નદીમાં ન્હાવા પડતા ડૂબી જતાં મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

 • Share this:
  આનંદ જયસ્વાલઃ બનાસકાંઠાની બનાસ નદીમાં પાણી આવતાની સાથે જ લોકોનો ડૂબવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બનાસ નદીમાં બે દિવસમાં જ બે યુવકો નદીમાં ન્હાવા પડતા ડૂબી જતાં મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

  બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદીમાં પાણી આવતાની સાથે જ એક પછી એક મોત ની ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં ગઈકાલે દાંતીવાડા પાસે આવેલ જાત ગામ નજીક બનાસનદીમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.

  ત્યાર બાદ આજે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ પાસે પણ બનાસનદીમાં પાણી આવતા જ ગામના કેટલાક લોકો નાહવા પડ્યા હતા જેમાંથી અલ્તાફ બલોચ નામનો યુવક પાણીના ભવણમાં ફસાઈ જતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી .

  ઉલ્લેખનિય છે કે બનાસનદીમાં 2017માં પણ પાણી આવતા અનેક લોકો ડૂબી જતાં મોત નિપજયા હતા. ત્યારબાદ ફરીથી આ વર્ષે બનાસનદીમાં સામાન્ય પાણી આવતાની સાથે જ લોકોના ડૂબવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

  તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે નદીમાં પાણી હોવાથી કોઈપણ વ્યક્તિઓએ ન્હાવા માટે પડવું નહીં તેમ છતાં પણ લોકો બે કાળજીપૂર્વક નદીમાં નાહવા પડે છે અને મોતને ભેટે છે.
  Published by:ankit patel
  First published: