બનાસકાંઠા: ટ્રક અને બાઇક સામસામે ધડાકાભેર અથડાયા, કાળમુખા ટ્રકે બે યુવકનો જીવ લીધો

બનાસકાંઠા: ટ્રક અને બાઇક સામસામે ધડાકાભેર અથડાયા, કાળમુખા ટ્રકે બે યુવકનો જીવ લીધો
અકસ્માતમાં બે યુવકનાં મોત.

ઠાકોર સમાજના ત્રણ યુવકો બાઈક લઇને કુવારા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકની ટક્કર મારતા અકસ્માત થયો હતો.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: સાબરકાંઠા જિલ્લા (Banaskantha district)માં અકસ્માતના એક બનાવમાં બે યુવકોનાં મોત (Death) થયા છે. ભાભરના કુવાળા હાઇવે (Kuvala highway) પર પૂર ઝડપે આવી રહેલા ટ્રક (Truck)ના અડફેટે આવી જતાં બાઈક સવાર બે યુવાકોનાં ઘટના સ્થળે કરુણ મોત થયા છે. બાઇક સવાર અન્ય ત્રીજા યુવાનને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) વાન મારફતે ભાભર રેફરલ હૉસ્પિટલ (Bhabhar referral hospital), ભાભર ખાતે ખસેડાયો છે.

    મળતી માહિતી પ્રમાણે ભાભરના કુવાળા હાઇવે પર ટ્રક અને બાઈક સામસામે ટકરાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં કરુણ મોત નિપજ્યાં છે. ઠાકોર સમાજના ત્રણ યુવકો બાઈક લઇને કુવારા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકની ટક્કર મારતા અકસ્માત થયો હતો.



    આ પણ વાંચો: સુરત પોલીસ વિવાદમાં: ખરીદી કરવા નીકળેલા યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ, યુવક સારવાર હેઠળ

    ધડાકાભેર ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાંથી બે યુવકનાં ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ભાભરથી 108 એમ્બ્યુલન્સ વાન અને આજુબાજુના લોકો અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?

    લોકોએ રાહત કામગીરી શરૂ કરીને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાભર રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવને પગલે ભાભર પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાંખસેડી હતી. જ્યારે ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં મોત થતાં ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

    આ પણ વાંચો: પાલનપુર: ટ્ર્ક પલટી જતાં 38 ઘેટાં-બકરાનાં મોત, હાઇવે પર સર્જાયા કમકમાટી જન્માવે તેવા દ્રશ્યો

    મૃતકનાં નામ

    1) સંજય ભાઈ ભુરાભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ)
    2) હકાભાઈ અમૂભાઈ ઠાકોર (રહે. બીયોકપુરા)

    ઇજાગ્રસ્ત યુવકનું નામ

    1) સ્વરુપજી હરાજી ઠાકોર (રહે. ફફરાળી ભાભર)

    આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

    સુરતમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલા યુવકનું મોત

    સુરતના ઉધના વિસ્તાર (Udhana area)માં રહેતા બે યુવાનો આજે પોતાની નોકરી માટેના ઈન્ટરવ્યૂ (Interview) માટે પોતાની બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ઉધના નજીક એક ટેમ્પો સાથે યુવાનોની બાઇક (Bike) ધડકાભેર અથડાતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ બાઇક પાછળ સવાર યુવાનને સારવાર માટે નજીકની હૉસ્પિટલ (Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર બનાવ સ્થળે દોડી ગયો હતો. પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 05, 2021, 15:50 pm

    ટૉપ ન્યૂઝ