બનાસકાંઠામાં 5 ચેકપોસ્ટ અને મુખ્ય કચેરીમાં 29 અધિકારીઓ બદલાયા

ગુજરાતમાં વહીવટી સરળતા ખાતર ગુજરાત વાહન વ્યવહાર કમિશનર દ્વારા આરટીઓ કચેરીમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: August 1, 2019, 3:02 PM IST
બનાસકાંઠામાં 5 ચેકપોસ્ટ અને મુખ્ય કચેરીમાં 29 અધિકારીઓ બદલાયા
ચેક પોસ્ટની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 1, 2019, 3:02 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ગુજરાતમાં વહીવટી સરળતા ખાતર ગુજરાત વાહન વ્યવહાર કમિશનર દ્વારા આરટીઓ કચેરીમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પણ પાંચ આરટીઓ ચેકપોસ્ટ અને મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા આરટીઓ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતની અંદર વહીવટી સરળતા ખાતર આરટીઓ કચેરીમાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર ગુજરાતની આરટીઓ ચેકપોસ્ટ અને કચેરીમાં ફરજ બજાવતાં આરટીઓ અને આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સપેકટરની બદલી કરવામાં આવી છે.

જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પાંચ આરટીઓ ચેકપોસ્ટ અને પાલનપુર ખાતે આવેલી મુખ્ય આરટીઓ કચેરી માં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરાઈ છે.

આ પણ વાંચોઃ-સિદ્ધપુર : કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી ખાધું

બનાસકાંઠા આવેલી ગુંદરી ચેકપોસ્ટ પર 4 ,અમીરગઢ ચેકપોસ્ટ પર 7, થરાદ ચેકપોસ્ટ પર 4, થાવર ચેકપોસ્ટ પર 4, અને અંબાજી ચેકપોસ્ટ પર 2 અને પાલનપુર કચેરીમાં ફરજ બજાવતા 8 મળી કુલ જિલ્લામાંથી 29 RTO, ARTO એક સાથે બદલી કરવામાં આવી છે.
First published: August 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...