'ગુજ્જુ લવગુરુ'ની આપઘાત કરી લેવાની ચીમકી, 'હું આજે રાતે સુસાઇડ કરીશ, મારા ઘરનું દેવું હવે તમે ભરજો'

News18 Gujarati
Updated: October 26, 2020, 7:21 PM IST
'ગુજ્જુ લવગુરુ'ની આપઘાત કરી લેવાની ચીમકી, 'હું આજે રાતે સુસાઇડ કરીશ, મારા ઘરનું દેવું હવે તમે ભરજો'
ગુજજુ લવ ગુરુ એટલે કે ચંજન રાઠોડ સોશિયલ મીડિયામાં તેના વીડિયો બદલ ખૂબ જાણીતો છે.

સુઇગામના ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરૂ'ને મારી નાંખવાની ધમકીઓ બાદ આપઘાત કરી લેવાનો વીડિયો બનાવ્યો

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાઠા : ટીકટોક ભલે ભારતમાં પ્રતિબંધિત થઈ ગઈ હયું પરંતુ તેણે અનેક કલાકારોને સ્ટાર બનાવ્યા છે. આવો જ એક સ્ટાર બનાસકાંઠાના સુઈગામમાં પેદા થયો જેનું નામ છે ચંદન રાઠોડ (Chandan Rathod Gujju Love Guru) ટિકટોક પર જુદા જુદા વીડિયો બનાવી લોકોનું મનોરંજ કરતો અને લોકચાહના પણ મેળવી ગયો હતો. જોકે, આ ગુજ્જુ લવ ગુરૂંએ આપઘાત કરી લેવાની ચીમકી આપતો એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ (viral Video of Chandan Rathod) થઈ ગયો છે. હકિકતમાં તેના મતે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવતા એક વીડિયો બાદ તેને મોતની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ બાદ ગુજ્જુ લવ ગુરુએ (Suicide Threat to Chandan rathod) પોતે આત્મહત્યા કરી લેવાની ચીમકી આપતો એક વીડિયો બનાવ્યો છે.

ચંદન રાઠોડે આ વીડિયોમાં કહ્યું કે 'જો કોઈ મારી નાખવાની મરવાની વાત કરતા હોય તો હું એ કરવાનો નથી કારણ કે મારા ઘરનો હું એક માત્ર આધાર છે. મારા પર દેવું હતું એટલે હું મારા ઘરનું દેવું ભરવા માટે આ બધુ કરતો હતો. મારાથી જે ભૂલ થઈ છે તેના બદલ મેં માફી માંગી છે પરંતુ હજુ પણ લોકો મને ધમકી આપતા ફોન મેસેજ કરે છે. હું આજે રાત્રે સુસાઇડ કરી લઈશ અને એની જવાબદારી પ્રજાપતિ સમાજની રહેશે. તમે લોકો મારા ઘરનું દેવું ભરજો અને મારા પરિવારનું ધ્યાન રાખજો, બરાબર છે. આજે હું અલવિદા લઈશ, બાકી બધાને લવ યુ ઓલ, આજે મારું દિલ ખૂબ ખુશ છે.”આ પણ વાંચો :  સરકારની સીધી દેખરેખ હેઠળ રાજ્યમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ: શંકરસિંહ વાઘેલા

ચંદન રાઠોડના વીડિયોથી પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ હોવાનો ઉલ્લેખ

આ વીડિયોમાં ચંદન કહી રહ્યો છે કે તેના કોઈ અગાઉના વીડિયોથી પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે. હકિકતમાં આ મામલે તપાસ કરતા માલુમ પડે છે કે ચંદનના કોઈ વીડિયોમાં તેણે કોઈ શબ્દપ્રયોગ કર્યો છે જે પ્રજાપતિ સમાજ માટે અપમાન જનક છે. આ મામલે ઉત્તર ગુજરાતમાં ધમસાણ મચી ગયું હતું અને ચંદન રાઠોડને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ પણ વાંચો :  જૂનાગઢ : ધારાસભ્યએ કહ્યું, 'ગિરનાર રોપ-વેનું ભાડું પાવાગઢ કરતાં 6 ગણું વધારે, ભાવ ઘટાડો'

ગુજ્જુ લવ ગુરુ નામથી ફેમસ

ચંદન રાઠોડ ઉત્તર ગુજરાતના સોશિયલ મીડિયામાં 'ગુજ્જુ લવ ગુરુ'ના નામથી ફેમશ છે. જોકે, તેના મતે આ વીડિયો તે પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે તૈયાર કરતો હતો. સોશિયલ મીડિયાની આ શક્તિમાં એક નકારાત્મક શબ્દોએ આજે લવગુરુને મરવા મજબૂર કર્યો હોવાનો તેનો દાવો છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ બનાસકાંઠા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
Published by: Jay Mishra
First published: October 26, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading