બનાસકાંઠાના ડીસામાં મહિલાની છેડતી બાદ વીડિયો વાયરલ કરનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણેય શખ્સોએ કારમાં જઈ રહેલી મહિલાને રોકીને તેની પાસે બીભત્સ માંગણી કરી હતી. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં મહિલા સાથે કારમાં હાજર રહેલા તેના સંબંધી પાસેથી ત્રણેય યુવકોએ પૈસા પણ પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી હતી.
શું હતો બનાવ?
બનાસકાંઠાના ડીસાના ટેટોડા ગામ ખાતે મહિલાની પજવણી કરીને તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલાની ફરિયાદ મુજબ તે પોતાના એક સંબંધી સાથે મંદિરેથી પરત આવી રહી હતી ત્યારે ત્રણ યુવકોએ તેની પઝવણી કરતો વીડિયો બનાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
રૂ. 20 હજાર પડાવી લીધા
ફરિયાદ પ્રમાણે ધાનેરાના કુમાર ગામની 24 વર્ષની મહિલા ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના પિતાના ઘરેથી જાવલ ખાતે પૂનમ ભરવા માટે મંદિર ગઈ હતી. ત્યાંથી તે પોતાના એક સંબંધી સાથે કારમાં પરત ફરી રહી હતી ત્યારે ઝેરડા ગામના ત્રણ યુવકોએ તેની કાર અટકાવી હતી કાર એકાંતની જગ્યાએ હંકારી જવાની ફરજ પાડી હતી.
ત્રણેય યુવકોએ કાર હંકારી રહેલા વ્યક્તિને બહાર કાઢીને કારમાં બેઠેલી મહિલાની ઓઢણી ખેંચીને લીધી હતી. આટલું જ નહીં મહિલાની છેડતી કરીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કાર હંકારી રહેલા તેના સંબંધી પાસેથી રૂ. 20 હજાર જેટલી રકમ પડાવી લધી હતી. ત્રણેય યુવકોએ આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. મહિલાને આ અંગેની જાણ થતાં તેણે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.
મહિલા વીડિયો ન બનાવવાની વિનંતી કરતી રહી હતી!
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ જેટલા યુવકો મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યા છે. જ્યારે સામા પક્ષે મહિલા બે હાથ જોડીને આવું ન કરવાની વિનંતી કરી રહી છે, તો ત્રણેય યુવકો આ વીડિયો બનાસકાઠાંમાં વાયરલ કરી દેવાની ચીમકી આપી રહ્યા છે. ત્રણેય યુવકો મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર