રિક્ષા ચાલકની માનવતા, રુપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત કર્યો

રિક્ષા ચાલકની પ્રામાણિકતા

પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ, રિક્ષા ચાલકે મુસાફરનો રુપિયા ભરેલો થેલો પરત કર્યો.

 • Share this:
  બનાસકાંઠા: પ્રમાણિકતા અને ઇમાનદારી અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે પાલનુપુરના એક રિક્ષા ચાલકે પ્રમાણિકતા મિશાલ દર્શાવી છે. પાલનપુરના રિક્ષા ચાલકે દાગીના અને રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી દેતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પાલનપુરમાં નામ ગૌરવવંતુ કર્યું છે.

  આ અંગેની વિગત એવી છે કે ગુરુનાનનક ચોકથી એરોમાં સર્કલ સુધી દાંતાના મુસાફર અબ્દુલ ભાઇ રજાક ભાઇ,  રિક્ષા ચાલક લાલાભાઇ રબારીની રીક્ષામાં બેઠા હતા. તે દરમિયાન અબ્દુલ ભાઇ દાગીના અને પૈસાનો થેલો લઇને રિક્ષામાં બેઠા હતા.એરોમાં સર્કલ સુધી પહોંચતા જ મુસાફર થેલો ભુલી ગયા હતા. મુસાફર થેલો ભૂલી જતા તેને શોધવા પ્રયત્ન કર્યો હતો અને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.  આ પણ વાંચો: પ્રામાણિકતા : રસ્તામાંથી મળેલા 5 લાખના દાગીના મૂળમાલિકને પરત કર્યા

  આ બેગ રિક્ષામાં જ રહી ગઇ હોવાની જાણ રિક્ષા ચાલકને થતા જ તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. રિક્ષા ચાલકે અબ્દુલ ભાઇનો નંબર શોધી તેમને ફોન કર્યો અને પોલીસને જાણ કરી હતી. અબ્દુલ ભાઇ દાગીના અને રુપિયા ભરેલી બેગ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે રિક્ષા ચાલકે અબ્દુલ ભાઇને પોલીસની હાજરીમાં જ બેગ પરત કરી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકની પ્રામાણિકતા જોઇ માલિકે તેમને ભેટ આપી હતી.

  મુસાફરની મહામહેનતની રકમ જ્યારે તેને પરત મળી ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા હતા.

  આ પહેલા પણ બનાસકાંઠાના કુવાળા ગામમાં એક ખેડૂતને મળેલા 5 લાખના દાગીના તેના મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: