ડીસા : એક મહિલા અને બે પુરૂષો સાથે મળી ચલાવતા હતા કુટણખાનું, અનૈતિક વેપારનો પર્દાફાશ

ડીસા : એક મહિલા અને બે પુરૂષો સાથે મળી ચલાવતા હતા કુટણખાનું, અનૈતિક વેપારનો પર્દાફાશ
પોલીસને કુટણખાનામાંથી નિરોધ અને એચ.આઈ.વી કીટ પણ મળી આવી

એક મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી બીજું કુટણખાનું ઝડપાયું, અગાઉ થરાદમાં પણ પોલીસે કરી હતી કાર્યવાહી, એક મહિલા સહિત 5 શખ્સોની અટક

 • Share this:
  આનંદ જયસ્વાલ બનાસકાંઠા :  બનાસકાંઠા (Banaskatha Deesa) જિલ્લાનાં ડીસા શહેર માંથી કુટણખાનું (Redlight Area caught) ઝડપાયું છે.  કુટણખાનું ચલાવતી બે મહિલા સહિત પાંચ લોકોની અટકાયત થઈ છે , જ્યારે નિરોધ એચ આઈ. વી.કીટ સહિત 20 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોરોના મહામારી ના સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. 15 દિવસ અગાઉ થરાદમાંથી કુટણખાનું ઝડપાયાના બાદ આજે ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ-2 માંથી પણ પોલીસે કુટણખાનું ઝડપી પાડયું છે. અને દેહ વ્યાપાર નો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે.

  ડીસા ના નાયબ પોલીસ અધિક્ષકને કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળતાં જ તેમણે આજે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2 માં તપાસ હાથ ધરી હતી. અને પોલીસે બે ડમી ગ્રાહક મોકલી  ડીકોય ગોઠવી હતી  અને ડમી ગ્રાહકને રહેણાંક મકાનમાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર નો ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું હતું. અને આ કુંટણખાન માંથી બે મહિલાઓ અને 3 પુરુષો રંગે હાથ ઝડપાઇ ગયા હતા.  આ પણ વાંચો :  વડોદરા બોગસ તાંત્રિકની અંગત ગણાતી શિષ્યા દિશા 'જોન' તેના જ ઘરમાંથી ઝડપાઈ

  પોલીસે અત્યારે ઘરમાંથી કોન્ડમ, એચ.આઈ.વી.કીટ અને મોબાઇલ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરીસ અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા5...મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે.

  આ અંગે નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ' આજે સવારે 4.30 અને પાંચ વાગ્યાની આજુબાજુ ડીસા સાર ટાઉનશીપ-2માં બાતમી આધારે ડમી ગ્રાહકો મોકલી અને અનૈતિક વ્યાપરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 આરોપીની અટક કરવામાં આવી છે. આ સાથે એક મહિલાને રેસ્ક્યૂ કરવામાં આવી છે. આ દરોડામાં 20,500નો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો છે. ”

  નાયબ પોલીસ અધિક્ષક ડૉ. ઓઝાએ સમગ્ર કેસની માહિતી આપી હતી.


  15 દિવસ અગાઉ થરાદમાંથી પણ કુટણખાનું ઝડપાયું હતું

  થરાદની પંચવટી સોસાયટીમાંથી કુંટણખાણુ ઝડપાયું હતું. મદદનીશ પોલીસ અધિક્ષકની ટીમે રહેણાંક મકાનમાંથી કુટણખાનુ ચલાવતી એક મહિલા અને તેના પુત્ર - પુત્રીને ઝડપી પાડ્યા છે.

  આ પણ વાંચો :  સુરત : સાડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર, પ્રેમ પ્રકરણમાં જિંદગી ટૂંકાવી

  થરાદની પંચવટી સોસાયટીમાંથી કુંટણખાનું ચલાવતી મહિલા સહિત ત્રણની અટકાયત કરાઈ છે. જેમાં થરાદની પંચવટી સોસાયટીમાં રહેતી લક્ષ્મી સોની નામની મહિલા દેહ વેપારનો ધંધો ચલાવતી હોવાની માહિતી મળતા જ થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવની ટીમે એક ડિકોય ટ્રેપ ગોઠવી હતી અને ડમી ગ્રાહક મોકલી સમગ્ર કુટણખાનું ઝડપ્યું હતું
  Published by:Jay Mishra
  First published:November 02, 2020, 13:31 IST

  ટૉપ ન્યૂઝ