PM મોદીએ બનાસકાંઠાના જે ખેડૂતની વાત કરી, તે ખેડૂતે જાણો કેવી રીતે સફળતા મેળવી? કેટલી કરે છે કમાણી?


Updated: September 27, 2020, 7:07 PM IST
PM મોદીએ બનાસકાંઠાના જે ખેડૂતની વાત કરી, તે ખેડૂતે જાણો કેવી રીતે સફળતા મેળવી? કેટલી કરે છે કમાણી?
ખેડૂત ઈસ્માઈલભાઈ

બટાકાને તેઓ સીધા જ મોટી મોટી કમ્પનીઓને વેચી વચેટિયા ઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઇ રહ્યા છે

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગામના એક સફળ ખેડૂત છે આ ઇસ્માઇલભાઈ શેરું. ઇસ્માઇલભાઈએ બી.કોમ ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી ખેતીમાં જમ્પલવાનું નક્કી કર્યું, પરંતુ ખેતીમાં નુકશાન ભોગવી ચૂકેલ પિતાએ ઇસ્માઇલભાઈને ખેતીના બદલે નાની મોટી નોકરી શોધી લેવા જણાવ્યું, પરંતુ મક્કમ ઇરાદના ઇસ્માઇલભાઈ ખેતી જ કરવાની જિદ્દ પકડી.

અંતે પિતાએ એક વર્ષમાં ખેતીમાં સફળ થઇ બતાવવાની શરતી પરવાનગી આપી, અને ઇસ્માઇલભાઈએ પ્રથમ વર્ષે જ ખેતીમાં 5 લાખનો નફો કરી બતાવ્યો, તે દિવસથી આજદિન સુધી ઇસ્માઇલભાઈએ પાછળ ફરીને જોયું નથી, અને જોત જોતામાં તેઓ આજે પિતાના 40 હજારના દેવામાંથી મુક્ત થઈ વર્ષે 60 લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે.

ઇસ્માઇલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે, બટાકામાં તેઓ એક એકરમાંથી સર્વાધિક ઉત્પાદન રહ્યા છે, તેમજ પોતાના બટાકાને તેઓ સીધા જ મોટી મોટી કમ્પનીઓને વેચી વચેટિયા ઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઇ રહ્યા છે, તેઓ ઉચ્ચ ક્વોલિટીના બટાકા તેમજ એક એક બટાકું બબ્બે કિલો વજનનું ઉત્પાદિત કરી રહ્યા છે.

આ પણ વાંચો - બનાસકાંઠા: કાંકરેજમાં હથિયારો સાથે લોહીયાળ ધીંગાણુ, જૂથઅથડામણમાં એકનું મોત, પાંચ ઘાયલ

આ ઉપરાંત પપૈયાં, તરબૂચ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ 60 લાખ રૂપિયા સુધીનો નફો પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિમાં તેમને સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વખતે સબસીડી સ્વરૂપે સહાય મેળવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્માઇલભાઈએ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી અન્ય નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃધ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે.
ત્રણ લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે સહિયારી ખેતીના કોન્સેપટથી અનેક ખેડૂતોને તેઓ આગળ વધારી રહયા છે. ઇસ્માઇલભાઇનું સ્વપ્ન છે કે, યુવાનો નાની મોટી ખેતીની જમીનમાં પણ દ્રઢ ઈચ્છા શક્તિથી ખેતી કરે તો, આજની બેરોજગારીની જટિલ સમસ્યા પણ ખેતીથી હલ થઈ શકે તેમ છે.
Published by: kiran mehta
First published: September 27, 2020, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading