બનાસકાંઠા: થરાદમા રણછોડજી ડેરીના મંત્રી પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

રણછોડજી ગોળીયા દૂધ ડેરીના મંત્રી પર તીક્ષણ હથિયાર વડે હુમલો

 • Share this:
  બનાસકાંઠાના થરાદમાં દુધ ડેરીનો મંત્રી લૂંટાયો હતો. હેલીપેડ પાસે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. મંત્રી ખેમજી પટેલ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

  મળતી માહિતી મૂજબ થરાદમાં મલુપુર ગામની રણછોડજી ગોળીયા દૂધ ડેરીનો મંત્રી સાથે લૂંટની ઘટના બની છે. મંત્રી ખેમજી પટેલ ઘરે જવા નિકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી પાંચ લાખની લૂંટ ચલાવી હતી. આ તમામ શખ્સો લૂંટ કરી ફરાર થઇ ગયા છે. ખેમજી પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેને થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  હાલ તો પોલીસે આ તમામ અજાણ્યા શખ્સોને શોધવા તજવીજ હાથ ધરી છે. લૂંટારુઓએ ક્યા કારણથી લૂંટ ચલાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Bhoomi Koyani
  First published: