Home /News /north-gujarat /દારૂ બંધ કરાવી સજાનો કાયદો નહી લાવો તો 2017માં ઉખાડી ફેકીશુંઃ અલ્પેશ ઠાકોરનો હુંકાર

દારૂ બંધ કરાવી સજાનો કાયદો નહી લાવો તો 2017માં ઉખાડી ફેકીશુંઃ અલ્પેશ ઠાકોરનો હુંકાર

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ ખાતે આજે ઓબીસી એસટી એસસી એકતા મંચ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જનતા દરબાર યોજ્યો હતો.જેમાં ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોર ની રક્ત તુલા યોજાઈ હતી. તેમજ ઠાકોર ક્ષત્રિય સેના ના સ્થાનીક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા .

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ  ખાતે આજે ઓબીસી એસટી એસસી એકતા મંચ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જનતા દરબાર યોજ્યો હતો.જેમાં ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોર ની રક્ત તુલા યોજાઈ  હતી. તેમજ ઠાકોર ક્ષત્રિય સેના ના સ્થાનીક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા .

થરાદ ખાતે  યોજાયલા જનતા દરબારમાં અલ્પેશ ઠાકોરે  સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 60 લાખ યુવાનો બેરોજગાર છે.તેમજ બુટલેગરોને સરકારનો ડર હોવો જોઈએ જે જરા પણ રહ્યો નથી. અલ્પેશ ઠાકોરે શિક્ષણની વાત કરતાં કહ્યુ હતુ કે ઉધોગપતિઓને આપવા જમીન છે પણ સ્કૂલ બનાવવા માટે બે વિઘા જમીન નથી.

અલ્પેશ ઠાકોરે સ્થાનિક ધારાસભ્ય સામે પણ કેટલીક બાબતે વિરોધાભાસ હોવાના આક્ષેપો કર્યા હતા. પૂર વખતે આપવામાં આવેલી સહાયમાં થયેલી ગેર રીતી સહીત સ્થાનિક ખેડૂતોને પાણી ન મળતું હોવાની વાત પણ ઉચ્ચારી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠાના થરાદ વિધાનસભાના સ્થાનિક ધારા સભ્યની કામગીરીથી સ્થાનીકો કેટલાક અંશે સંતુષ્ટ  છે તેમજ સતત ત્રીજા લોક દરબારમાં સ્થાનિક ધારાસભ્યને 40 માર્ક આપી પાસ કર્યા હતા. આવનારા સમય માં ગુજરાતના તમામ 182 ધારાસભ્યો નો લોક દરબાર યોજવાના ની વાત કરી હતી. તેમજ 2017 ના જાન્યુઆરીમાં જો નશાબંધી માટે ઠોસ કાયદો નહિ કરાય તો 2017 ની ચૂંટણીમાં સરકારને ઉખેડી ફેકવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

થરાદ ખાતે અલ્પેશ ઠાકોરે આ પણ કહ્યું

- હું ન ભાજપ કે ન કોંગ્રેસનો છું, હું માત્ર ગરીબોનો છું, ગુજરાતનો ખેડૂત પાણી માગી રહ્યો છે,અમારા કામ નહીં કરે એમને ગામમાં નહી ઘૂસવા દઈએ

-'સુજલામ સુફલામમાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાય'
લોકોને પીવાનું શુદ્ધ પાણી મળેઃ અલ્પેશ ઠાકોર

- 'અલ્પેશ ઠાકોરને બંધ કરવા માટે પ્રાણ કાઢવા પડે'

- 'દારૂ બંધ કરવા વહીવટી તંત્ર કામે લાગે'. '182 સ્થળોએ જનતા દરબાર યોજાશે', 'જરૂર પડે રાજનીતિ કરતા પણ નહીં અચકાય',

- 'હાલ રાજનીતિ કરનારા લોકો પાસે સારા કામ કરવાનું મગજ નથી'

- આવનારા સમયમાં દારૂના મુદ્દે યોગ્ય કાયદો નહી બનાવાઇ તો ઉગ્ર આંદોલન
વિધાનસભા ઘેરાવ સહિત સરાકારને ઉખેડી ફેંકવાની આપી ચીમકી
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, ખેડૂતો, ગરીબ, લોક દરબાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन