થરાદમાં કમળ પર 'ગુલાબ' ભારે પડ્યું, કૉંગ્રેસના ઉમેદવાર 6390 મતે જીત્યા

News18 Gujarati
Updated: October 24, 2019, 3:03 PM IST
થરાદમાં કમળ પર 'ગુલાબ' ભારે પડ્યું, કૉંગ્રેસના ઉમેદવાર 6390 મતે જીત્યા
ગુલાબસિંહ રાજપૂત

થરાદ બેઠકનાં કૉંગ્રેસની જીત બાદ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, 'મને જીતાડનારા તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું.'

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજ્યની (Gujarat) 6 વિધાનસભાની (By Election) બેઠકોની પેટા ચૂંટણીમાં ચાર બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ (Congress) અને બે બેઠક પર ભાજપના (BJP) ઉમેદવારની જીત થઈ છે. થરાદ (Tharad) બેઠક પર ગુલાબસિંહ રાજપૂત 7303 મતે જીત્યા છે. ત્યારે કૉંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

ગુલાબ કમળ પર ભારે

થરાદ બેઠકનાં કૉંગ્રેસની જીત બાદ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, 'મને જીતાડનારા તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. લોકોનાં નામ અને કામ બોલે છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે, કમળ પર ગુલાબ ભારે પડશે. મને થરાદનાં લોકોને આશીર્વાદ આપ્યાં છે. આ વખતે વિધાનસભામાં કમળની જગ્યાએ ગુલાબ જશે. થરાદમાં ભાજપનાં ગઢ ગણાતા ગામડામાં પણ મને લીડ મળી છે. હવે થરાદનાં લોકો માટે કામ કરીશ. થરાદનાં જે મૂળભૂત પ્રશ્નો છે તેની પર હું કામ કરીશ. અહીંનાં લોકોનાં સુખ દુખનો ભાગીદાર બનીશ.'

આ પણ વાંચો : બાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારો

આ પહેલા કૉંગ્રેસની બાયડમાં પણ જીત થઇ છે. બાયડ બેઠક પર ખૂબ જ રસાકસી બાદ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની હાર થઈ છે. ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ધવલસિંહ સામે કૉંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. ચૂંટણી પરિણામ પરથી સાબિત થયું છે કે બાયડની જનતાએ પક્ષપલટું નેતાને નકારી દીધા છે. આજે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ બાયડ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ આગળ રહ્યા હતા. એક સમયે કૉંગ્રેસના ઉમેદવારે છ હજારથી વધુ મતોનો લીડ મેળવી લીધી હતી. જોકે, અંતિમ રાઉન્ડોમાં આ લીડ ઘટી હતી. જે બાદમાં ભાજપના ઉમેદવાર ઓછી લીડથી જીતશે તેવો માહોલ ઉભો થયો હતો.

 
First published: October 24, 2019
વધુ વાંચો
अगली ख़बर