હવે મેવાણીના મતવિસ્તારમાં દલિત કિશોરે સિંહ લખતા હુમલો

News18 Gujarati
Updated: June 21, 2018, 6:08 PM IST
હવે મેવાણીના મતવિસ્તારમાં દલિત કિશોરે સિંહ લખતા હુમલો
પીડિત કિશોર

  • Share this:
ફરી એક વખત ગુજરાતમાં દલિત પર અમાનુષી અત્યાચારનો કિસ્સો બન્યો છે. આ વખતે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તાર બનાસકાંઠાના વડગામનાં બાવળચૂડી ગામ ખાતે દલિત કિશોરને માર મારવામાં આવ્યો છે.

ઘટના વિશે દલિત કિશોરે તેના પિતાને ખુલાસો કર્યો હતો કે તેણે ફેસબુક પર તેના પાછળ 'સિંહ' લખ્યું હતું. જેને લઈને અમુક લોકો સાથે તકરાર થઈ હતી. બાદમાં ગામના છ જેટલા લોકોએ આ કિશોરનું અપહરણ કર્યું હતું, અને તેને ઢોર માર માર્યો હતો. કિશોરને ગુપ્ત ભાગે પણ લાતો મારવામાં આવી હતી. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના વિવિધ ગામોમાં નામ પાછળ સિંહ લખલા બાબતે કે, પગમાં મોજડી પહેરવા બાબતે દલિત યુવાનો પર અત્યાચારના કિસ્સાઓ બની રહ્યા છે. હવે આવો જ કિસ્સા જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં બન્યો છે.

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા મેવાણીએ કહ્યું કે, આ કિસ્સાની વિગત મેળવી રહ્યો છુ અને બે દિવસ પછી હું મારા મત વિસ્તારમાં જવાનો છુ. હું આ દલિત કિશોરની મુલાકાત લઇશ અને વિગતો જાણીશ. સામે વાળા વ્યક્તિઓને પણ મળીશ અને રાજ્યમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે બંને પક્ષે અપીલ કરીશ. કેમ કે, મને એમ ચોક્કસ લાગી રહ્યુ છે, આવા કિસ્સાઓ પાછળ ષડયંત્ર ચાલી રહ્યુ છે અને દેશમાં જ્ઞાતિના આધારે ધૃવિકરણનો પ્રયાસ થઇ રહ્યો છે.”જિગ્નેશ મેવાણીએ એવો આક્ષેપ કર્યો કે, નરેન્દ્ર મોદીની સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે, ખેડૂતોને તેમના પાકના ભાવ આપવામાં રૂપાણી સરકાર આપતી નથી. બનાસકાંઠામાં દલિતોને ઘરના પ્લોટ આપ્યા નથી અને ચારે-તરફની નિષ્ફળતાઓ છુપાવવા માટે રાજ્યમાં જ્ઞાતિઓનું ધૃવિકરણ કરવાનો આ પ્રયાસ છે. જેમ હું શાંતિની અપીલ કરુ છું તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેમ નથી કરતા ?”

મેવાણીએ ઉમેર્યુ કે, માત્ર ગુજરાતમાં જ નહિં, દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનાં પ્રયાસો શરૂ થઇ ચૂક્યા છે. કેમ કે 2019ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ કંઇ પણ કરવા તૈયાર છે. આ બધામાં, દલિતો સામે અન્ય જ્ઞાતિઓને એક કરવાની આ કોશિષ છે.
First published: June 21, 2018, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading