Home /News /north-gujarat /

બનાસકાંઠા: ચાર વિદ્યાર્થીઓ સાથે મળી શિક્ષકે કર્યું ગંદુ કામ, વિદ્યાર્થીનીનો કોલર ફાડી VIDEO બનાવ્યો

બનાસકાંઠા: ચાર વિદ્યાર્થીઓ સાથે મળી શિક્ષકે કર્યું ગંદુ કામ, વિદ્યાર્થીનીનો કોલર ફાડી VIDEO બનાવ્યો

શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી

11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની બે મહિના અગાઉ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી, તે સમયે...

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે, જેમાં ભાભર (Bhabhar)ની શાળા (School)માં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (Student Girl)ને એક શિક્ષક (Teacher) સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી (teased) કરી તેનો કોલર ફાડી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે લંપટ શિક્ષક અને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે.

    ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી વિડિયો ઉતાર્યો હોવાની ઘટના બની છે. જેમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની બે મહિના અગાઉ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી, તે સમયે એકલતાનો લાભ લઇ નવિનભાઈ નામના શિક્ષકે તેનું મોઢુ દબાવી રૂમાલ બાંધી દીધો હતો, ત્યારબાદ અન્ય ચાર વિદ્યાર્થીઓએ તેની સાથે છેડતી કરી વિદ્યાર્થિનીના કોલર ફાડી દઈ તેનો વિડીયો ઉતાર્યો હતો અને આ વાત કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીનીને છોડી મૂકી હતી.

    આ પણ વાંચો'મને ઘરમાં હાથ ખર્ચના પણ પૈસા નથી આપતા, ઢોંગી છે', મૃત્યુ પહેલા અત્યાચારની કહાનીનો રેકોર્ડ કર્યો VIDEO

    આ ઘટનાથી વિદ્યાર્થીની ખૂબ જ ડરી ગઈ હતી. જે બાદ એક દિવસ તેના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેના પરિવારજનો ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લંપટ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચોબનાસકાંઠા : શિક્ષકે કર્યુ ગંદુ કામ, એકલી રહેતી શિક્ષિકાના ઘરમાં ઘુસી કપડા ફાડ્યા, પછી થઈ જોવા જેવી

    ઉલ્લેખનીય છે કે, આવી જ એક લંપટ શિક્ષકનો મામલો 15 દિવસ પહેલા આવ્યો હતો, જેમાં થરાદમાં આવેલી એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરી હોવાની ઘટના બની હતી. થરાદના ગગાણા ગામના જીવરામભાઈ દલરામભાઈ પટેલ નામનો શિક્ષક શાળામાં જ એક શિક્ષિકાની છેડતી કરી શારીરિક તેમજ માનસીક રીતે પજવણી કરતો હતો. જોકે શાળાનું નામ ખરાબ ન થાય તે માટે અગાઉ શિક્ષકો અને ગ્રામજનોએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે ત્યાર બાદ પણ આ શિક્ષક તેની હરકતોથી બાજ ન આવ્યો અને વારંવાર શિક્ષિકાને ફોન કરી હેરાન કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. બાદમાં શિક્ષિકાએ શિક્ષક નો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દેતા શિક્ષક તેના ઘરે આવી ગયો હતો અને ઘરમાં ઘૂસી જઈ શિક્ષિકાના કપડા ફાડી નાખ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Banaskatha News, Bhabhar, બનાસકાંઠા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन