'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે,' ચાર બહેનપણીની સુસાઇડ નોટ

News18 Gujarati
Updated: February 5, 2019, 7:53 AM IST
'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે,' ચાર બહેનપણીની સુસાઇડ નોટ

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

બનાસકાંઠામાં દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આપઘાત પહેલા ચારેય યુવતીઓએ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેઓએ આપઘાતનું કારણ જણાવ્યું હતું.

દેથડી ગામની ઠાકોર સમાજની ચાર યુવતીઓએ એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કેનાલ પાસેથી મળી મૃતક યુવતીઓના ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે, આ સુસાઇડ નોટ હસ્ત લેખિત છે, જેમાં ચારેય યુવતીઓ ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક લોકોએ યુવતીઓની લાશને બહાર કાઢી હતી.


સુસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે આ સુસાઇડ નોટ મીનાક્ષી નામની યુવતીએ લખી છે, સુસાઇડ નોટ પ્રમાણે 'હું મીનાક્ષી, હું મારા આપથી મરું છું, આમા કોઇનો વાંક નથી, મારે વાલની બીમારી હતી, એટલે મારે જીવવાનો કોઇ અધિકાર ન હતો, એટલે કેનાલમાં પડીને મરું છું'

વધુમાં સુસાઇડ નોટલમાં લખ્યા પ્રમાણે 'શિલ્પાએ મને વાત કરી હતી, મારે જીવવાનો કોઇ અધિકાર નથી, અમે અને શિલ્પાના મા-બાપનો કોઇ વાંક નથી. શિલ્પાના સાસરિયા તેડવા આવતા ન હતા, મારે અને શિલ્પાએ સાસરિયે જવું ન હતું, કારણ કે શિલ્પાનો હસબન્ડ ગમતો ન હતો એટલે મરવા તૈયાર થઇ છે, અમે મરવા જઇ રહ્યાં હતા ત્યાં જમના અને હકી આવી, તેઓને સમજાવી પરંતુ તે પણ તૈયાર થઇ ગઇ, અમને જીવવા કરતાં મરવું સારું લાગે છે'
First published: February 4, 2019, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading