પાલનપુરઃસાવકી માતાએ પાંચ વર્ષના મૂંગા બાળકને ડામ આપ્યા

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:15 PM IST
પાલનપુરઃસાવકી માતાએ પાંચ વર્ષના મૂંગા બાળકને ડામ આપ્યા
પાલનપુરઃબનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં સાવકી મા એ ચાર વર્ષ ના મુંગા દીકરાને દીવાસળીથી ડામ દેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં માસુમ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલના સારવાર લઇ રહ્યો છે.સમાજ જીવન ને શર્મનાક કરે તેવી ઘટના આજે પ્રકાશમાં આવી છે જેમાં માસુમ બાળક ની હાલત જોતા ભલ ભલાના રૂંવાટા ઉભા થઇ જાય તો નવાઈ નહિ.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:15 PM IST
પાલનપુરઃબનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં સાવકી મા એ ચાર વર્ષ ના મુંગા દીકરાને દીવાસળીથી ડામ દેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં માસુમ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલના સારવાર લઇ રહ્યો છે.સમાજ જીવન ને  શર્મનાક કરે તેવી  ઘટના આજે  પ્રકાશમાં આવી છે જેમાં માસુમ બાળક ની હાલત જોતા ભલ ભલાના રૂંવાટા ઉભા થઇ જાય તો નવાઈ નહિ.

ચાર વર્ષના માસુમ બાળક પર સાવકી માં એ દીવાસળીની સળગતી સળીથી વારંવાર તેના શરીર ભાગમાં ડામનો દર્દ આપી  છેલ્લા ત્રણ માસથી માસુમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો  હતો.  આ માસુમને  જન્મ આપનારી સગી માં એ બીજા સાથે લગ્ન કરી દેતા જન્મથી માતૃપ્રેમ માટે વલખા મારતો 4 વર્ષીય માસુમ મારિયા તેના નાનાની પાસે રહેતો હતો. પણ થોડાક માસ પૂર્વે તેના સગા પિતા તેની સાવકી માતા પાસે લઇ ગયા હતા. જો કે સાવકી માતાને સાવકો દીકરો પસંદ ના હોવાથી તેને આ માસુમના કોમળ શરીર પર એવા સળગતા ડામ દીધા કે જેનું દર્દ મારિયા નામના બાળકે ત્રણ માસ સુધી રડતી આંખે સહન કરવું  પડયુ હતું .

જો કે મારિયાના સગા નાના  તેને મળવા ગયા ત્યારે મોઢેથી બોલી ન શકનારા આ માસુમએ તેનું દર્દ તેના નાના ઇશારાથી સમજવા પ્રયત્ન કર્યો ત્યારે માલુમ પડ્યું કે સાવકી માતા આની શું હાલત કરી છે. સળગતા ડામથી ગંભીર રીતે દાઝેલ ચાર વર્ષનું આ માસુમ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. આ ઘટનાની જાણ તેના નાનાજીએ  હારુણ સેલિયા એ છાપી પોલીસ મથકમાં  ત્રણ સામે કાયેદસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर