બનાસકાંઠામાં સામુહિક હત્યાકાંડ : માતા, પત્ની અને પુત્રની હત્યા કરી યુવાન ફરાર

News18 Gujarati
Updated: November 2, 2019, 2:15 PM IST
બનાસકાંઠામાં સામુહિક હત્યાકાંડ : માતા, પત્ની અને પુત્રની હત્યા કરી યુવાન ફરાર
ઘટનાસ્થળની તસવીરો

આ અંગે આગથળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha) ફરીથી સામુહિક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠાનાં લાખણીનાં (Lakhani) ભકડીયાલ ગામમાં ભીખાજી તખાજી પનારા નામના યુવાનોએ પોતાની માતા, પત્ની અને પુત્રની કુહાડીનાં ઘા મારીને હત્યા (Murder) કરી નાંખી છે. આ સમાચાર આગની જેમ ફેલાતા જોવા માટે લોકોનાં ટોળે ટોળા આવ્યાં છે. આ અંગે આગથળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં લાખણીનાં ભડકીયાલ ગામમાં એક જ પરિવારનાં ત્રણ જણની હત્યા કરવામાં આવી છે. ઘરનાં પુત્ર ભીખાજી તખાજી પનારાએ જ તેનાં માતા, પત્ની તથા તેના બાળકની કુહાડીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. આ  યુવાન માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરાઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોમાંથી 4 લોકોની હત્યા કરી દેવાઇ જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર હાલતમાં છે. તમામને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.

First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर