Home /News /north-gujarat /

Video : ડીસાના પ્રગતિશીલ ખેડૂતે બનાવ્યું સોલાર ટ્રેક્ટર, 1 ટન જેટલું વજન ખેંચી શકશે

Video : ડીસાના પ્રગતિશીલ ખેડૂતે બનાવ્યું સોલાર ટ્રેક્ટર, 1 ટન જેટલું વજન ખેંચી શકશે

દૂધ તેમજ બાગાયતી ખેતી માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે આ મીની ટ્રેકટર

જુઓ વીડિયોમાં કેવી ચપળતાથી ચાલી રહ્યું છે આ ટ્રેકટ્ર, જાણો કેટલો છે ખર્ચ અને કેવી રીતે ચાલશે આ ટ્રેકટર

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા :  વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવથી દરેક લોકો પરેશાન છે ત્યારે  બનાસકાંઠાના (Banaskantha) એક યુવા ખેડૂતે આવી મોંઘવારીમાં ઇંધણ (Fuel) ખર્ચ બચાવવા માટે પોતાના ઇનોવેટિવ આઈડિયાથી સોલાર ઉર્જા  (Solar)અને બેટરીથી ચાલતું મીની ટ્રેકટર (Tractor) બનાવ્યું છે જેના દ્વારા ખેડૂતોને (Farmer) ખેતરમાં નાના મોટા કામ માટે ખુબજ ઉપયોગી થઈ શકે છે અને સોલારથી ચાલતા ઇંધણનો ખર્ચ બચતા ખેડૂતો ને આત્મનિર્ભર બનવા માટે નો સંદેશો આપ્યો છે.

  ડીસાના એક યુવાન ખેડૂતે પોતાના ઇનોવેટિવ વિચારો થકી જાતે જ બનાવેલુ ટ્રેક્ટર આમ તો આવું ટેક્ટર છે જે સૌ કોઇએ જોયું જ હશે પરંતુ આ ટ્રેક્ટરની ખાસિયત એ છે કે તે સોલારથી ચાલે છે. જી હા આ ટ્રેક્ટર ચલાવવા માટે કોઈ પેટ્રોલ કે ડીઝલ નો ખર્ચ કરવો પડતો નથી. ડીસાના રાણપુર ગામે રહેતા યુવા ખેડૂત નવીનભાઈ માળી તેઓ અવનવી ખેતી સાથે કઈ રીતે ઓછા ખર્ચે ખેતી થાય તે માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે.

  આ પણ વાંચો : મહેસાણા : બે પુત્રોએ પિતાની ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ દાટી દીધો, માથે ધારિયું મારી ગળું દબાવી દીધું હતું  તાજેતરમાં જ કોરોના મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સો રૂપિયાની પાર પહોંચી ગયા છે. ખેડૂતોને પણ ખેતરમાં કે બજારમાં નાના-મોટા કામ માટે ટ્રેક્ટર  ના વપરાશ માટે વર્ષે દહાડે અંદાજે લાખ રૂપિયા જેટલો ડીઝલનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે આ ખર્ચ બચાવવા માટે શું કરવું તેઓ વિચાર આવતા જ નવીનભાઈ સોલર ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો.

  આ ટ્રેકટર 1.75 લાખ માં તૈયાર થયું છે. ટ્રેકટર સોલર ઉર્જા થી ચાલે છે અને સોલારની સાથે એ.સી લાઈટથી ચાર્જ પણ થાય છે.


  ત્યારબાદ ખેતરમાં બેઠા બેઠા સોલાર ટ્રેકટર નિર્માણનું આયોજન કરી ટ્રેકટર બનાવવા બોડી વર્કનું કામ માટે તેમના મિત્ર હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનું આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસોમાં સોલારથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું.અને તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર સોલરથી ચાલી રહ્યું છે.

  આ પણ વાંચો : સુરત : પોશ વિસ્તારમાં રહેતી યુવતીનો ઘરમાંથી મૃતદેહ મળ્યો, મકાનમાંથી આવી રહી હતી દુર્ગંધ

  આ ટ્રેકટર એક ટન જેટલુ વજન ખેંચી શકે તેવી સોલરની ક્ષમતા પણ છે.તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર પર પાંચ માણસો સવાર છે છતાં એકદમ આરામથી ખેતરમાં દોડી રહ્યું છે.યુવા ખેડૂત નવીનભાઈ માળી પાસે ટ્રેકટર બનવવાથી શુ ફાયદો થશે તે બાબતે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે આ ટ્રેકટર 1.75 લાખ માં તૈયાર થયું છે. ટ્રેકટર સોલર ઉર્જા થી ચાલે છે અને સોલારની સાથે એ.સી લાઈટથી ચાર્જ પણ થાય છે.  ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા,ઘાસચારો લાવવામાં સરળતા રહે સાથે સાથે પ્રદુષણ ઘટના પર્યાવરણ નો પણ બચાવ થાય છે એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.

  આ પણ વાંચો : સુરત : સૂર્યા મરાઠીની હત્યાના આરોપીને જાનથી મારી નાખવાની ધમકી, 'તું નીચે આવ, આજે તો મારી જ નાખીશ'

  ટ્રેક્ટર નું કામ કરનાર હર્ષદભાઈ પંચાલ તેમના બે કારીગરો સાથે રોજના પાંચ કલાક કામ કરતા હતા અને ત્રણ મહિનામાં આ ટ્રેક્ટર તૈયાર કર્યું છે, વચ્ચે લોકડાઉન ના કારણે કામકાજ બંધ રહેતા અંદાજિત 240 કલાક કામ કરી એ ટ્રેક્ટર તેમણે તૈયાર કર્યુ છે. યુવા ખેડૂતે બનાવેલ ટ્રેકટરના કારણે ખેડૂત ને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણ ની બચત થશે.  આ પણ વાંચો : સુરત : માથાભારે શખ્સની B-Day પાર્ટીનો Live video વાયરલ, ટોળા ભેગા કરી તલવારથી કાપી કેપ

  જોકે યુવા ખેડૂત એ બનાવેલ ટ્રેકટર હાલ સોસીયલ મીડિયામાં છવાઈ જવા પામ્યું છે.ત્યારે આવનાર સમય માં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેકટર બનાવી એક બચત ઉભી કરશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Deesa Farmer Solar Tractor, Solar Tractor, Video of Deesa Sola Tractor

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन