પાલનપુર : 'મારી સાથે શારીરિક સંબંધ બાંધ, નહીંતર ફોટા વાયરલ કરી નાંખીશ', હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ

News18 Gujarati
Updated: March 10, 2020, 12:52 PM IST
પાલનપુર : 'મારી સાથે શારીરિક સંબંધ બાંધ, નહીંતર ફોટા વાયરલ કરી નાંખીશ', હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ
હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીની અગાઉ સજાના ભાગરૂપે બદલી પણ થઈ હતી.

પાલનપુરમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજી વિરુદ્ધ યુવતીએ બ્લેકમેલ કરી 25 લાખ ખંડણી માંગતા ફરિયાદ

  • Share this:
પાલનપુર : પોલીસમાં (Police) ઉતકૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રપતિ ચંદ્રક (President medal) મેળવનાર પાલનપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીએ મહિલાને (Woman) શારીરિક સંબંધ (Physical Relation) બાંધવા માટે બ્લેકમેલ (Blackmail) કરી 25 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના પગલે પાલનપુર પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે. હે.કો. મુકેશ દરજીએ એક 26 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત એવી છે કે પાલનપુર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશ દરજી સામે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે મુકેશ દરજીએ તેને અને તેના પરીચિત પાસે સેલ્ફી ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. આરોપી દરજીએ ફરિયાદી યુવતીને અવારનવાર ધમકાવી હોટલમાં આવી શારીરિક સંબંધની માંગણી કરી હતી. મુકેશ દરજી યુવતીને ફોન કરીને ધમકાવતો અને કહેતો કે 'મારી સાથે હોટલમાં આવી શારીરિક સંબંધ રાખ નહીંતર તારા ફોટોગ્રાફ્સ વાયરલ કરી દઈશ'

યુવતીના મિત્ર સાથેની તસવીરો ઝેન્ડરથી લઈ લીધી


ફરિયાદી યુવતીએ જણાવ્યા મુજબ તેના ઘરે આવતા એક બિલ્ડર સાથે તેને મિત્રતા હતી. આ દરમિયાન અનેક સામાજિક પ્રસંગોએ ફરિયાદી અને સાહેદ સાથે તેની તસવીરો મોબાલઇમાં લીધી હતી. દરમિયાન યુવતી પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હોવાથી પાલપુર પોલીસ ગ્રાઉન્ડ પર દોડવા જતી હતી જ્યાં તેનો પરિચય આરોપી મુકેશ દરજી સાથે થયો હતો. મુકેશ દરજી સાથે ઓળખાણ મિત્રતામાં કેળવાતા ફરિયાદી યુવતીએ તેની સાથે પણ કેટલીક તસીવરો ખેંચાવી હતી. દરમિયાન એક દિવસે આરોપીઓ ફરિયાદીના મોબાઇલમાં રહેલી મિત્ર સાથેની તસવીરો ઝેન્ડરથી ટ્રાન્સફર કરી લીધી હતી અને પછી ખંડણીનો ખેલ શરૂ થયો હતો.

મુકેશ દરજી યુવતીને હોટલમાં આવી અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાની ફરિયાદ
આ પણ વાંચો : અરવલ્લી : હોળીની રાત્રે જૂથ અથડામણ, સરપંચના ઘરે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, 8 ઇજાગ્રસ્ત

'તારી જ્યાં સગાઈ થશે ત્યાં પણ તસવીરો આપીશ'

ફરિયાદી યુવતીને મુકેશ દરજી અવારનવાર ધમકાવતો હતો તેમજ એવું પણ કહેતો હતો કે 'જો તું મારી સાથે હોટલમાં આવી શારીરિક સંબંધ નહીં રાખે તો તારી તસવીરો વાયરલ કરી દઈશ. તારી જ્યાં સગાઈ થશે ત્યાં પણ આ તસવીરો સેન્ડ કરીશ અને તારાં સગા વ્હાલાને પણ તસવીરો બતાવી દઈશ'

આ પણ વાંચો : અમરેલી : વહેલી સવારે STની ગાંધીનગર-દીવ વોલ્વો બસ પલટી, 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત

25 લાખની માંગણી કરી અને 5 લાખમાં સેટલમેન્ટ કર્યુ

ફરિયાદીએ જણાવ્યું કે આરોપી મુકેશ દરજીએ તેના જે વ્યક્તિ સાથેના ફોટોગ્રાફ્સ હતા તેને ફોન કરી અને 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી બાકી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આ માંગણીમાં સેટલમેન્ટ કરી અને છેલ્લે 5 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યુ હતું.

સજાના ભાગરૂપે બદલી થઈ હતી

ઉલ્લેખનીય છે કે આરોપી મુકેશ દરજી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમજ વિવાદિત ભૂતકાળ ધરાવે છે. મુકેશ દરજીની ત્રણ માસ અગાઉ સજાના ભાગરૂપે ભુજ બદલી થઈ હતી. જોકે, વર્ષ 2018માં તેને ઉતકૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પણ મળ્યો હતો.
First published: March 10, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading