શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત
ફાઇલ તસવીર

40 વર્ષ બાદ ડેરીના ડિરેક્ટરોની નિમણૂક સર્વ સંમતિથી થતાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

  • Share this:
એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસડેરીની (Banas Dairy Election) ચૂંટણી 40 વર્ષ બાદ નિર્વિવાદ સંપન્ન થઈ છે. 16 ડિરેક્ટરોની ચૂંટણી બિન હરીફ કરી શંકર ચૌધરી (Shankar chaudhry) સહકારની રાજનીતિ માં પોતાની બાદશાહત બરકરાર રાખી છે. બનાસ ડેરીની સ્થાપનાથી જ ડેરીના ડિરેકટર પદ માટે ચૂંટણીઓ યોજાતી હતી પરંતુ 40 વર્ષ બાદ ડેરીના ડિરેક્ટરોની નિમણૂક સર્વ સંમતિથી થતાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. બનાસ ડેરીના ડિરેક્ટરોમા એક પણ ડિરેકટર ઠાકોર સમાજનો ન હોવાથી ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) 'ઠાકોર સમાજ'ને બનાસ ડેરીમાં પ્રતિનિધિત્વ આપવા માગ કરી છે.

અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કરતા આગામી બે મહિમમાં ઠાકોર સમાજને બનાસ ડેરીમાં પ્રતિનિધિત્વ આપવા માગ કરી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર પણ બનાસકાંઠા અને પાટણની રાજનીતિમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મિત્રતાના નવા સમીકરણ રચાતા બનાસ ડેરીમાં હવે ઠાકોર સમાજના પ્રતિનિધીને ડિરેકટર પદ મળે તેવું નિશ્ચિત માનવામાં આવે છે.જો રાજકીય રીતે જોવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને ઠાકોર સમાજ એક થઈ જાય તો આ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે.વર્ષે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર મતદારોએ શંકર ચૌધરીનો સાથ ન આપ્યો એટલા માટે તે હારી ગયા તે જ રીતે અલ્પેશ  ઠાકોર ભાજપમાં  પ્રવેશ બાદ પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.ત્યારે હવે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થયા છે. જેના પરિણામે હવે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં હવે એક નવા રાજકીય અધ્યાયની શરૂવાત થવા જઈ રહી છે.

આ પણ વાંચો - ગુજરાત સરકારની મંજૂરી નથી પરંતુ અમદાવાદની આ પોળમાં તો ભક્તો આઠમના દિવસે ગરબા રમશે જ!

આ પણ જુઓ - 

શંકર ચૌધરીનું વર્ચસ્વએ ચૌધરી સમાજ  પર છે તે જ પ્રમાણે અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ ઠાકોર સમાજ પર છે. હવે જ્યારે બનાસ ડેરીની ચૂંટણી એ બિન હરીફ રીતે શંકર ચૌધરીએ સર કરી છે. ત્યારે અલ્પેશ ઠાકોર સાથેની મિત્રતાને પગલે આગામી દિવસોમાં ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધીને સ્થાન આપી બન્ને પોતાના વિરોધીઓ ને જડબાતોડ જવાબ આપવા જઇ રહ્યા છે.

આ પણ વાંચો - 'જમીન, ઘર, દાગીના વેચી રૂપિયા મને આપી દો,' પિતાએ ના પાડતા પુત્રએ કરી હત્યા
Published by:Kaushal Pancholi
First published:October 10, 2020, 14:14 pm

ટૉપ ન્યૂઝ