Home /News /north-gujarat /

બનાસકાંઠાના ભાભરના કૂવાળામાં શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરની સિક્સર

બનાસકાંઠાના ભાભરના કૂવાળામાં શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરની સિક્સર

અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીના વીડિય પરથી તસવીર

banaskantha news: શંકરભાઈ ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે (alpesh thakor) સિક્સર મારી હોવાના વીડિયો વાયરલ (viral video) થયા છે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections) સાથે આ વીડિયોને સરખાવતા લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

વધુ જુઓ ...
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ભાભરમાં (bhabhar) ગઈકાલે રાત્રે બનાસડેરીના (banasdairy) ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે (alpesh thakor) સિક્સર મારી હોવાના વીડિયો વાયરલ (viral video) થયા છે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections) સાથે આ વીડિયોને સરખાવતા લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

    ભાભરના અબાળા ખાતે ગઈકાલે રાત્રે જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ને આમંત્રિત કરાયા હતા. જેના ઉદ્ઘાટન પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ બોલિંગ કરી હતી જ્યારે અલ્પેશ ઠાકોરે બેટિંગ કરી શંકર ચૌધરીની બોલિંગ પર સિક્સર ફટકારતા ઉપસ્થિત લોકોએ તાળીયોનો વરસાદ વરસાવ્યો હતો.

    એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજના નેતાને ક્રિકેટ પીચ પર મેચ રમતા જોઈ લોકો આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનેક અટકળો લગાવી રહ્યા છે, રાજકારણની પીચ પર બંને નેતાઓ હરીફ ઉમેદવારો સામે ક્લીન બોલ્ડ થયા હતા ,

    આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

    બીજી તરફ ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress)નવા સુકાની એટલે પ્રદેશ પ્રમુખ (Gujarat congress pradesh pramukh)તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની (Jagdish Thakor)પંસદગી કરાઇ છે. આ સાથે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તાપી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની (Sukhram Rathva)પસંદગી કરાઇ છે. છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ (Congress)પાર્ટી અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. હવે કોંગ્રેસના (Gujarat Pradesh Congress Committee)કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

    ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ છગન ભરવાડની હત્યાના આરોપી કારરશા, ફકીર બંધુ સહિત ધમો અને રવિ ઝડપાયા, જણાવ્યું હત્યાનું કારણ

    ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Alpesh thakore, Banaskantha News, Gujarati News News, Shankar Chaudhari

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन