બનાસકાઠાઃ ડોક્ટરની બેદરકારીથી બાળકીના મોતનો આક્ષેપ, પરિવારનો હંગામો

આ બનાવને 24 કલાક જેટલો સમય વિતાવ છતાં પણ મૃતકના પરિવારજનો લાશને સ્વીકારવા તૈયાર નથી.

News18 Gujarati
Updated: August 28, 2019, 5:05 PM IST
બનાસકાઠાઃ ડોક્ટરની બેદરકારીથી બાળકીના મોતનો આક્ષેપ, પરિવારનો હંગામો
મૃતક બાળકીની તસવીર
News18 Gujarati
Updated: August 28, 2019, 5:05 PM IST
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરામાં સરકારી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો હોસ્પિટલ આગળ ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી ડોક્ટર સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા ગામમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે સાત વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. ગઈકાલે મંગળાવારે પુજા ઠાકોર નામની સાત વર્ષીય બાળકીને તાવ આવતા તેના પરિવારજનોએ સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર અશોક ગોસ્વામી અને નર્સોએ તેની સારવાર શરૂ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન બાળકીને ખેંચ આવતા તેનું કરુણ મોત થયું હતું.

આ પણ વાંચોઃ-બનાસકાંઠામાં એક જ દિવસે સાપ કરડવાની બે ઘટના, બાળક અને યુવકનું મોત

બાળકીનું મોત થતાં જ તેના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા અને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો.જ્યારે રેફરલ હોસ્પિટલ ના સંચાલકોએ બાળકી ની લાશ ને પી એમ અર્થે ખસેડી હતી.અને મૃતકના પરિવારજનો સમજાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ ગુસ્સે ભરાયેલા મૃતક ના પરિવારજનો બાળકીના મોત મામલે ડોક્ટર સામે કાર્યવાહીની માંગ સાથે હોસ્પિટલ આગળ બેસી રહ્યા હતા.

આ બનાવને 24 કલાક જેટલો સમય વિતાવ છતાં પણ મૃતકના પરિવારજનો લાશને સ્વીકારવા તૈયાર નથી. અને જ્યાં સુધી ડોક્ટર સામે ફરિયાદ દખલ નહીં થાય ત્યાં સુઘી હોસ્પિટલમાં જ ધરણા પર બેસી રહેવા જણાવ્યું હતું. એટલુંજ નહીં પણ ફરિયાદ દાખલ કરાવવા માટે જીવ આપવા પણ તૈયાર હોવાની ચીમકી ઉચારી છે. જ્યારે બીજી તરફ ડોક્ટર પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.
First published: August 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...