બનાસકાંઠાઃ પૂર્વ સરપંચની હત્યાના કેસમાં પાંચને આજીવન કેદની સજા

News18 Gujarati
Updated: May 2, 2018, 4:19 PM IST
બનાસકાંઠાઃ પૂર્વ સરપંચની હત્યાના કેસમાં પાંચને આજીવન કેદની સજા
file photo

  • Share this:
બનાસકાંઠા સણવાલ ગામના પૂર્વ સરપંચના હત્યા કેસમાં આજે દિયોદર કોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે 5 દોષીતોને આજીવન કેદની સજા સંભળાવી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના સણવાલ ગામના પૂર્વ સરપંચ વરધાજી બારોટની 2 વર્ષ અગાઉ હત્યા થઈ હતી. આ હત્યા કેસના 5 ઓરોપીઓને દિયોદર કોર્ટે દોષીત ઠેરવી પાંચે દોષીતોને આજીવન કેદની સજા ફટકારી છે.

શું હતો મામલો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના સણવાલ ગામના પૂર્વ સરપંચ વરધાજી બારોટની બે વર્ષ અગાઉ જુલાઈ-2016માં અંગત અદાવતમાં હત્યા થઈ હતી. જેને લઈ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગામના જ મારવાડી પટેટ સમાજના માથાભારે શખ્સો દ્વારા અંગત અદાવતમાં પૂર્વ સરપંચની ધોળેદહાડે હત્યા કરવામાં આવી હતી. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ મામલે બનાસકાંઠા પાટણ જીલ્લામાં બારોટ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સમાદજના લોકોએ પોલીસ પર ઢીલી નીતીનો આરોપ લગાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા રેલી યોજી કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું હતું. જોકે આજે દિયોદર કોર્ટના ચુકાદા બાદ સમાજને ન્યાય મળ્યાનો સંતો વ્યક્ત થયો છે.
First published: May 2, 2018
વધુ વાંચો
अगली ख़बर