ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા

News18 Gujarati
Updated: May 15, 2019, 12:16 PM IST
ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા
સંત સદારામ બાપાની ફાઇલ તસવીર

બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. પાટણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેમને આજે મંગળવારે રજા આપીને ટોટણા આશ્રમ ખાતે લવાયા હતા. સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સદારામ બાપાને આશ્રમમાં લાવ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત અનેક ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
First published: May 14, 2019, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading