દાંતાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની અફવાએ ખેડૂતોને દોડતા કર્યા

દાંતાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની અફવાએ ખેડૂતોને દોડતા કર્યા
પ્રતિકાત્મક તસવીર

ખેડૂતોને પણ મેસેજ કરી દેવાયા હતા. પરંતુ નેટવર્કના પ્રશ્ને મેસેજ ન પહોંચતા તાલુકાના ખેડૂતોમાં હવે મગફળીની ખરીદી બંધ થવાની છે તેવી અફાવવાએ જોર પક્ડયું હતું.

 • Share this:
  મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી : સરકારે મગફળીની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરવાથી ખેડૂતો ખુશી અનુભવી રહ્યા છે પણ દાંતા (Data) તાલુકાના સરકારી ગોડાઉનમાં મગફળીની ખરીદી બંધ થવાની અફવાએ જોર પકડતા ખેડૂતો (Farmers)પોતાની મગફળી નીકાળવા દોટ મુકી હતી. દાંતા તાલુકા મથકે એક સપ્તાહથી સરકારી માલ ગોડાઉનમાં નિયત કરેલા ટેકા ના ભાવે ખેડૂતોની મગફળી ખરીદાઈ રહી છે અને રોજિંદી આવક કરતા આજે એકા એક ખેડૂતોનો ઘસારો માલ ગોડાઉન તરફ જોવા મળ્યો હતો. સરકારી માલ ગોડાઉનમાં એક જ દિવસમાં 1500 બોરી ઉપરાંતની આવક થવા પામી છે.

  જોકે દાંતા તાલુકામાં 693 જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા હતા. જેમાં 150 ખેડૂતો મગફળી આપી ચુક્યા છે. અને બાકીના ખેડૂતોને પણ મેસેજ કરી દેવાયા હતા. પરંતુ નેટવર્કના પ્રશ્ને મેસેજ ન પહોંચતા તાલુકાના ખેડૂતોમાં હવે મગફળીની ખરીદી બંધ થવાની છે તેવી અફાવવાએ જોર પક્ડયું હતું.  પણ આ સમગ્ર બાબત જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી તપાસ કરવામાં આવી ત્યારે ગોડાઉન મેનેજરે વાય.એચ મહેસાણીએ આ સમગ્ર વાતને માત્ર અફાવવા ગણાવી છે. તેમણે કહ્યું કે મગફળીની ખરીદી સરકારે નિયત કરેલા 90 દિવસ સુધી ખરીદાશે તેમ જણાવ્યું હતું.

  વધુ  વાંચો : રેપ-મર્ડરના દોષી રામ રહીમને હરિયાણા સરકારે ગૂપચૂપ રીતે આપ્યા પેરોલ

  જોકે હાલ તબક્કે સરકારે ટેકા ના ભાવ જાહેર કર્યા છે તેનાથી ખેડૂતો ખુશ છે. અને પોષણ ક્ષમ ભાવો પણ ખેડૂતો ને મળી રહ્યા છે. પણ જે રીતે ખેડૂતો પોતાની મગફળીને લઈ માલ ગોડાઉને પહોંચી રહ્યા છે તે જોતા ગોડાઉનનો સ્ટાફ ઓછો હોવાનું જણાવી રહ્યા છે. અને વધુ સમય ન બગડે તે માટે વધુ સ્ટાફ રાખવા અને મગફળી તોલવા વધુ કાંટા મુકવાની પણ માંગ કરી રહ્યા છે. જેથી ખેડૂતો પોતાનો માલ વહેલા સર ભરાવી શકે

  જોકે શરૂઆતમાં ખેડૂતોને બજારમાં ટેકા ના ભાવ કરતા વધુ ભાવ મળતા પોતાનો માલ બજારમાં વેચ્યો હતો. પણ ત્યાર બાદ બજારના ભાવ ઘટતા હાલ ટેકાના ભાવે સરકારી ગોડાઉનમાં ખેડૂતો પોતાની મગફળી ભરાવી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:November 07, 2020, 13:26 pm

  ટૉપ ન્યૂઝ