બનાસકાંઠા: કાર અટકાવી રિવોલ્વરથી ફાયરીંગ કરી પાંચ લાખની લૂંટ

બનાસકાંઠા # વડગામના હસનપુર ગામના પોલ્ટ્રી માલિક મંગળવારે સાંજે પાલનપુરમાંથી પેમેન્ટ લઇ પોતાની કારમાં ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વડગામના છનીયાણા ગામ પાસે અજાણ્યા ચાર લૂંટારુઓએ કારને આંતરી ફાયરીંગ કરીને પાંચ લાખની લૂંટ ચલાવી નાસી જતા પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
બનાસકાંઠા # વડગામના હસનપુર ગામના પોલ્ટ્રી માલિક મંગળવારે સાંજે પાલનપુરમાંથી પેમેન્ટ લઇ પોતાની કારમાં ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વડગામના છનીયાણા ગામ પાસે અજાણ્યા ચાર લૂંટારુઓએ કારને આંતરી ફાયરીંગ કરીને પાંચ લાખની લૂંટ ચલાવી નાસી જતા પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.

વડગામ ના હસનપુરમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા કમરૂદીનભાઇ અયુબભાઇ ઢુક્કા અને ઉંમરભાઇ બંન્ને સાંજના સમયે કાર નં. જીજે.8 -1310માં પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસેની ઓફીસમાંથી પેમેન્ટ લઇને હસનપુર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે છનીયાણા નજીક સાંજના સમયે પાછળથી જીજે.23.પાર્સીગ નંબર લખેલી આવેલી કારના ચાલકે કારને આંતરી ઉભી રખાવી હતી.

આ સમયે રિવોલ્વરથી ફાયરીંગ કરી દરવાજો ખોલી રૂપિયા ભરેલો થેલાની લૂંટ કરી કારની ચાવી તેમજ કમરૂદીનની લાયસન્સ વાળી રિવોલ્વર લઈને ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસ દોડી આવી હતી.

ઘટનાસ્થળે આવેલ પોલીસ સ્ટાફ, એફએસએલની ટીમ તેમજ અન્ય પાંચ ટીમો દ્વારા આ ચાર અજાણ્યા શખ્સોની તપાસ આરંભી હતી જયારે બીજી તરફ લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
First published: