બનાસકાંઠા: ધોરણ-12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, 'મોન્ટુ રોજ પિતાના પાર્લર પર સિગારેટ પિવા આવતો'


Updated: October 27, 2020, 3:56 PM IST
બનાસકાંઠા: ધોરણ-12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, 'મોન્ટુ રોજ પિતાના પાર્લર પર સિગારેટ પિવા આવતો'
ધોરણ 12માં અભ્યાસ કરતી સાથે દુષ્કર્મ

પિતાના પાર્લર પર સિગારેટ પીવા આવતા યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જિલ્લામાં સ્ત્રી અત્યાચારની ઘટનાઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક દુષ્કર્મની ફરિયાદ સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. જિલ્લામાં એક જ અઠવાડીયામાં પાંચ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા મહિલાઓ-દીકરીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. આજે ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, પિતાના પાર્લર પર સિગારેટ પીવા આવતા યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં પીડિત યુવતીના પિતા પાર્લરનો વ્યવસાય કરે છે અને મોન્ટુ બાયડ નામનો એક યુવક અવારનવાર તેમના પાર્લર પર સિગરેટ પીવા માટે આવતો હતો. બાદમાં આ યુવક સગીરાને ફોસલાવીને તેની સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો.

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

આ પણ વાંચો -  સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

આ દરમિયાન ચારેક માસ અગાઉ આ સગીરા પોતાના ઘરમાં એકલી હતી તે સમયે આ યુવક તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે શારીરિક અડપલા કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આઘાત પામેલી સગીરા તેના નાનીના ઘરે ચાલી ગઇ હતી. જોકે ત્યાં પણ આ મોન્ટુ નામનો યુવક તેના આ ઘરની આજુબાજુ આંટા ફેરા મારતા તેની નાનીએ તેને ધમકાવી કાઢી મૂક્યો હતો અને બાદમાં આ સગીરા પણ તેના ઘરે પરત આવી ગઈ હતી.બનાસકાંઠા: કિશોરીની હત્યા મામલે મોટો ખુલાસો, ફોઈના દીકરાએ જ Rape કરી ગળુ કાપી નાખ્યું

આ પણ વાંચો - બનાસકાંઠા: કિશોરીની હત્યા મામલે મોટો ખુલાસો, ફોઈના દીકરાએ જ Rape કરી ગળુ કાપી નાખ્યું

પરંતુ ઘરે પરત આવ્યા બાદ પણ આ યુવક તેના ઘરની સામે બેસી રહી સગીરા સામે જોઈ રહેતા સગીરાનું ધ્યાન ભણવામાં લાગતું ના હતું અને માનસિક રીતે પરેશાન કરતા કંટાળેલી સગીરાએ આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, બનાવને પગલે સગીરાની ફરિયાદના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસે દુષ્કર્મ આચરનાર મોન્ટુ બાયડ સામે પોસ્કો મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં મહિલા અત્યાચારના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. એક જ અઠવાડીયામાં મહિલા અત્યાચારની પાંચ ઘટનાઓ સામે આવી છે, જેમાં હત્યા અને બળાત્કારની ડીસામાં ત્રણ ઘટના તો પાલનપુરમાં બે ઘટનાઓ નોંધાઈ છે. જેને પગલે જિલ્લામાં ભયનો માહોલ પેદા થયે છે.
Published by: kiran mehta
First published: October 27, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading