રાજસ્થાનના માલધારીઓ પાણી માટે બનાસકાંઠામાં હિજરત કરવા મજબૂર

News18 Gujarati
Updated: May 11, 2019, 1:11 PM IST
રાજસ્થાનના માલધારીઓ પાણી માટે બનાસકાંઠામાં હિજરત કરવા મજબૂર
પરિવાર સાથે સ્થળાંતર થયેલા માલધારીઓ

કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે. હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે.

ગયા ચોમાસામાં વરસેલા અપુરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયાં પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય લીલું તો ઠીક સૂકાં ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી. આ સ્થિતિમાં માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા પેઠી છે. ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં 40 જેટલાં માલધારી પરિવારો પોતાનાં 5000 જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે.

રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપુરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભુખ-તરસનાં નિસાસા. આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી. બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.

જો રાજસ્થાનમાં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણીની સહાય આપવામાં આવી હોટ તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત. માલધારી સોઢાજીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં વરસાદ ના થતા પાણી કે ઘાસચારો નથી. સરકાર કાઈ મદદ કરતી નથી એટલે પશુઓને જીવાડવા અહીં આમ તેમ ભટકવું પડે છે.

પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવી એ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે. પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે. ત્યારે હાલ તો પોતાનાં અસ્તિત્વ માટે હિજરત એ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કરી બાબત હોવાનું માની છે.
First published: May 11, 2019, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading