વરસાદથી બનાસકાંઠામાં 4 લાખ હેક્ટરમાં પાકને જીવનદાન

બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે અને સૂકા ભઠ્ઠ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મેઘ મહેર થતા ખેડૂતો સહિત લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

News18 Gujarati
Updated: July 29, 2019, 5:21 PM IST
વરસાદથી બનાસકાંઠામાં 4 લાખ હેક્ટરમાં પાકને જીવનદાન
બનાસકાંઠામાં થયેલું વાવેતરની તસવીર
News18 Gujarati
Updated: July 29, 2019, 5:21 PM IST
આનંદ જયશ્વાલઃ બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં પાકને જીવતદાન મળ્યું છે જેમાં બનાસકાંઠાની અંદર ચાર લાખ હેક્ટરમાં વાવણી કર્યા બાદ મોડે મોડે પણ વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે

બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે અને સૂકા ભઠ્ઠ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં મેઘ મહેર થતા ખેડૂતો સહિત લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ચાર લાખ હેક્ટર જમીનમાં વરસાદની આશાએ ચોમાસુ પાક ની વાવણી કરી હતી.

પ્રથમ વરસાદ બાદ એક મહિના સુધી વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ દુષ્કાળ પડશે તેવી દહેશત ખેડૂતોમાં સેવાઇ રહી હતી. ત્યારે ગઇકાલથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર શરૂ થઇ જતા મૃતપાય અવસ્થામાં પહોંચેલા પાકને નવજીવન મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

જ્યારે અંગે ખેડૂત અગ્રણી રાજુભાઈએ જણાવ્યું હતું કે વરસાદ આવવાથી પાકને ફાયદો થયો છે અને બનાસકાંઠામાં ખાસ કરીને આ વર્ષે મગફળી, રજકાબાજરી, કપાસ અને દિવેલાનું વાવેતર થયું હતું જેમાં સારા વરસાદ થી સારું ઉત્પાદન થશે તેમ ખેડૂતો માની રહ્યા છે

બનાસકાંઠા 14 તાલુકાઓમાં આ વર્ષે ખેડૂતો એ વરસાદ ના પ્રથમ રાઉન્ડ બાદ 4 લાખ હેક્ટર જમીનમાં વિવિધ ચોમાસુ પાક નું વાવેતર કર્યું હતું, પરંતુ બાફમાં વરસાદ ના થતાએ પાક નષ્ટ થવાને આરે આવી ગયો હતો પરંતુ મેઘ મહેર થતાંજ આ પાક ને નવજીવન મળી ગયું હોવાનું ખેતીવાડી અધિકારી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું.
First published: July 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...