બ.કાં.: ધારાસભ્ય ધરણા પર, સિંચાઈનું પાણી નહીં મળે તો, ઉગ્ર આંદોલની ચિમકી

News18 Gujarati
Updated: January 15, 2018, 6:22 PM IST
બ.કાં.: ધારાસભ્ય ધરણા પર, સિંચાઈનું પાણી નહીં મળે તો, ઉગ્ર આંદોલની ચિમકી
ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ખેડૂતોને તત્કાલીન સિંચાઈનું પાણી મળે તેવી માંગ કરી છે

ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ખેડૂતોને તત્કાલીન સિંચાઈનું પાણી મળે તેવી માંગ કરી છે

  • Share this:
બનાસકાંઠામાં ખેડૂતોના સિંચાઈના પાણીનો મામલએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યએ આ મુદ્દે ધરણા કરતા મામલો હવે ઉગ્ર બની ગયો છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય ગનીબેન ઠાકોર ખેડૂતોને સિંચાઈનું પાણી તત્કાલીન આપવામાં આવે તે મુદ્દે ધરણા પર બેઠા છે. તેમણે થરાદમાં એસડીએમ કચેરી ખાતે ધરણા ધર્યા છે. ધારાસભ્ય ગનીબેન ઠાકોરે ખેડૂતોને તત્કાલીન સિંચાઈનું પાણી મળે તેવી માંગ કરી છે. તેમની સાથે મોટી માત્રામાં ખેડૂતો પણ ધરણા કાર્યકર્મમાં જોડાયા હતા.

ગનીબેન ઠાકોરે સિંચાઈ મંત્રીના મત વિસ્તારમાં જ ધરણા ધર્યા છે. તેમણે જણાવ્યું કે. તત્કાલીન ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નનો સરકારે ઉકેલ લાવવો જોઈએ. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમણે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.
First published: January 15, 2018, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading