ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, 2ની ધરપકડ

  • Share this:
બનાસકાંઠા:આજે 2017નો છેલ્લો દિવસ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં યુવાનો પાર્ટી કરવામાં મશગુલ છે. તેવામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ બોર્ડર પર પોલીસ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ દારૂનો જથ્થો ટ્રકના સ્પેરપાર્ટ્સની અંદર સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 480 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે સમગ્ર દારૂના જથ્થો અને ટ્રક સહિત 22.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે ટ્રકચાલક સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે.

જો કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે આ દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો. અને આ દારૂનો જથ્થો ક્યા લઈ જવાનો હતો. જો રે સમગ્ર મામલે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: