બનાસકાંઠાઃ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ, પોલીસ હવે આવી એક્શનમાં

News18 Gujarati
Updated: January 8, 2019, 3:35 PM IST
બનાસકાંઠાઃ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ, પોલીસ હવે આવી એક્શનમાં
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને ધાડ જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. આ અંગે લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યાં હતા. જો કે પાણી ગળાથી ઉપર જતાં હવે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચો  સવર્ણ અનામતની આ વાતો જાણ્યા વિના નહીં ઉઠાવી શકો લાભ

પ્રાપ્ત વિગત પ્રમાણે શિહોરી પોલીસ દ્વારા ચોરીના બનાવને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત જિલ્લાભરમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સાથે જ અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોની પૂછપરછ અને તલાશી લેવાની કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં ઘણા સમયથી ચોરી અને ધાડ જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. અનેક ફરિયાદો બાદ પણ આરોપીઓ પોલીસના હાથે ન ચડતા કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં હતા. હાલ પોલીસની કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
First published: January 8, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading