PM Modi Gujarat Visit: એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીના સંકુલમાં આજે દિયોદર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયું છે (PM Modi Banas Dairy Diyodar Plant Inauguration). આ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યુ છે (PM Modi Inaugurated Diyodar Banas Dairy Plant). બનાસકાંઠામાં ડેરીની પશુપાલક બહેનોએ પીએમ મોદીને ડેરીના ઉત્પાદનની ભેટ આપી અને તેમના ઓવારણા લીધા હતા. આજે પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદરના સનોદરમાં 30 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 610 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂલ્લી ઓટોમેટેડ સનાદર ડેરી પ્લાન્ટમાં આજદિન સુધી. દરોજ 48 ટન બટાકાના ઉત્પાદનની ક્ષમતાની ચીજોનું ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું છે.
બનાસ ડેરીએ દૂધ અને બટેટાનો સંગમ કરાવ્યો : પીએમ મોદીએ કહ્યું, બનાસ ડેરીની સહકારી પ્રવૃતિ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. સહકાર ક્ષેત્ર સાથે વિકાસની નવી યાત્રા છે. દૂધ અને બટેટાનો કોઈ મેળ નથી પણ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સાથે બટાકાના ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી અને ખેડૂતોની તકદીર બદલી શકાય એ મોડલ છે એ જોઈ શકાય છે.
બનાસ ડેરી બટેટાનું સારું બીજ પણ આપે છે. આત્મનિર્ભર ભારત માટે સરકાર જે અભિયાન ચલાવી રહી છે તેના માટે તમારી સંસ્થાનું મોટું યોગદાન છે. આજે બાયોગેસ અને ગોબર ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યુ છે. ગોબર ગેસ દ્વારા એક સાથે અનેક લક્ષ્ય હાસલ થઈ રહ્યા છે. ગોબરમાંથી બાયો સીએનજી બની રહ્યો છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દેશમાં પરિવર્તન લાવી શકે છે
પીએમ મોદીએ જણાવ્યું કે ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવેલું વિદ્યા સમીક્ષઆ કેન્દ્ર 500 કરોડ ડેટાનો અભ્યાસ કરી રહ્યો છે. આ કેન્દ્ર એટલું મજબૂત છે કે હું દેશના તમામ શિક્ષણ વિભાગના અધિકારીઓને અને ભારત સરકારના અધિકારીઓને વિનંતી કરૂ છું કે આ કેન્દ્રની મુલાકાત કરે અને દેશમાં અન્ય સ્તર પણ એને લાગું કરવામાં આવે.
બનાસની બહેનો સંતાનોની જેમ પશુનો ઉછેરે છે
પીએમ મોદી બનાસકાંઠાની બહેનોને કહ્યું કે મેં જાણ્યું છે કે તમે જે રીતે પશુઓની સાર સંભાળ રાખો છો તે સંતાનોના ઉછેર જેવી છે. તમે સંતાનોને એકલા નથી મૂકતા એમ પશુને પણ એકલા નથી મૂકતા. એના ઘાસ ચારાની સતત ચિંતા કરો છો. બનાસની બહેનોને મારા વંદન
પીએમ મોદીનો વધુ એક સ્પષ્ટ સંદેશ, 'ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ છે'
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ વધુ એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ કહ્યા છે. તેમણે કહ્યું ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બનેલું ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડલ છે.
પીએમ મોદીએ બનાસડેરીમાં આજે લોકાર્પણ થયેલા નવા પ્લાન્ટ તેમજ જુદા જુદા પ્રોજેક્ટને બનાસકાંઠા અને દેશના વિકાસ માટે મોટો ભાગ ભજવશે. હું બનાસ ડેરીના આ રત્નો આદે બનાસકાંઠાના ગુજરાતના અને દેશના ચરણોમાં અપર્ણ કરું છું.
મહિલાઓ ખેડૂતોને સંદેશ
બનાસકાંઠની ધરતી પરથી પીએમ મોદીએ મહિલાઓ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને રિસાયકલ કરવાની હાકલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નિમીતે દેશના દરેક જિલ્લામાં 75 ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર