બનાસકાંઠાના થરાદમાં લોરવાડા પ્રાથમિક શાળાનના શિક્ષક પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ છે. અહીં આચાર્ય રતનસિંહ પટેલ પર ઉશ્કેરાયેલા વાલીોએ લાકડી, ધોકા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં આચાર્યને ઇજા પહોંચી હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે બનાસકાંઠઆના થરાદના લોરવાડા પ્રાથમિક શાળમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતનસિંહ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, આચાર્યને સ્કૂલમાંથી હોસ્પિટલે પહોંચાડનાર છે વિદ્યાર્થીઓને વાલીઓ. વાત એવી છે કે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ ધમાલ કરતાં હતા જે અંગે આચાર્ય રતનસિંહે બાળકોના વાલીઓને રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન વાલીઓ અને આચાર્ય વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું અને વાલીઓએ લાકડી ધોકા તેમજ ચપ્પુ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.
ઘટનામાં ઘાયલ આચાર્ય રતનસિંહને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો સમગ્ર મામલે વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ નિવેદનો નોંધી તપાસ કરી રહી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર