હિંમતનગરમાં પાટીદારો એકઠા થયા,મહેસાણા તરફ જતી એસટી બસોના રૂટ બંધ કરાયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:43 AM IST
હિંમતનગરમાં પાટીદારો એકઠા થયા,મહેસાણા તરફ જતી એસટી બસોના રૂટ બંધ કરાયા
મહેસાણામાં પાટીદારના કસ્ટોડિયલ ડેથ મામલે આજે પાસ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદારો એકઠા થયા છે.મોડાસા પાટીદાર સમાજવાડીમાં પાટીદારો એકઠા થયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:43 AM IST
મહેસાણામાં પાટીદારના કસ્ટોડિયલ ડેથ મામલે આજે  પાસ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદારો એકઠા થયા છે.મોડાસા પાટીદાર સમાજવાડીમાં પાટીદારો એકઠા થયા છે. પાટણમાં પણ ટાયરો સળગાવાયા છે.

hmt patidar

હિંમતનગર શહેર બંધ કરાવવા પાટીદારો એકઠા થયા છે.મહેસાણા તરફ જતી એસટી બસોના રૂટ બંધ કરાયા છે.મોતીપુરા, સહકારી જીન સહિતના માર્ગો પર પોલીસ તૈનાત કરાઇ છે.20 ખાનગી વાહનો સહિત SRPની 2 ટુકડી પેટ્રોલિંગમાં છે.5 ફાયર ફાઈટર પણ મુકાયા છે. તો બીજી તરફ મહેસાણાથી બલોલ તરફ જતી એસટીના રૂટમાં પણ ફેરફેર કરાયા છે. બલોલ મૃતક  કેતન પટેલનું ગામ હોવાથી અહી પાટીદારો એસટીને નિશાન બનાવે તેવી આશંકાએ રૂટ ફેરફાર કરાયા છે.

પાટીદાર યુવક કેતન પટેલનું મહેસાણા સબ જેલમાં શંકાસ્પદ મોત નીપજ્યુ છે.મોતની ન્યાયિક તપાસ માટે માંગ કરાઇ છે. ત્યારે બંધના એલાનને કોગ્રેસ દ્વારા પણ સમર્થન અપાયું છે. મહેસાણા, વિજાપુર, ઊંઝા, વિસનગર, કડી સહિતના શહેરોમાં બંધને સમર્થન મળ્યુછે. પરિવાર દ્વારા જવાબદાર અધિકારીઓ  સામે પગલા લેવા માંગ કરાઇ છે.
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर