Home /News /north-gujarat /

પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં લૂંટ, ગાંધીનગર અને સુરતના મુસાફરો લૂંટાયા

પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં લૂંટ, ગાંધીનગર અને સુરતના મુસાફરો લૂંટાયા

રેલવેમાં અસલામત મુસાફરીનો ભય ફેલાયો

લૂંટારુઓએ એસ-5 અને એસી-6 કોચમાં ઘૂસીને યાત્રીઓ સાથે લૂંટ અને ચેનસ્નેચિંગ કર્યુ હતુ.

    બનાસકાંઠા : બાંદ્રાથી ચંડીગઢ જતી ટ્રેનમાં લૂંટારાએ ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓને ધમકાવી દિલધડક લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુર નજીક રેલવેમાં લૂંટારુઓ ચેઈન પુલિંગ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં બે મહિલાઓ સાથે ચેનસ્નેચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે કુલ ત્રણ લૂંટનો ભોગ બન્યા હતા.

    એસ-5 અને એસ 6 કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી

    પાલનપુર નજીક મોડી રાત્રે  બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 ટ્રેનમાંના એસ-5 અને એસ 6 કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી, અને  લૂંટ ચલાવી હતી.લૂંટારુઓએ ટ્રેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે ચેનસ્નેચિંગ પણ કર્યુ હતું. લૂંટારુઓએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. અહેવાલ મુજબ લૂંટની ઘટના બાદ અંદાજે દોઢ કલાક સુધી મુસાફરો પાલનપુર નજીક અટવાયા હતા.



    મુંબઈ,ગાંધીનગર અને સુરતના ત્રણ મુસાફરો બન્યા લૂંટાયા

    આ ઘટનાની જાણ થતા જ GRPF અને RPF પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનમાંના કોચની તપાસ કરતા મુંબઈ,ગાંધીનગર અને સુરતના ત્રણ મુસાફરો લૂંટાયા હોવાની માહિતી મળી હતી.



    મુસાફરે નોંધાવી ફરિયાદ

    રેલવેમાં બનેલી લૂંટની આ ઘટનામાં મુંબઈના પીડિત મુસાફર શાંતિલાલે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત અન્ય મુસાફરો પણ ફરિયાદ કરવા માટે પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેનને દોઢ કલાક બાદ ચંદીગઢ જવા રવાના કરવામાં આવી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Gandhinagar and Surat passengers, Palanpur passenger train, Passengers looted

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन