સાધ્વીના સાગરિત દક્ષની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 7:20 PM IST
સાધ્વીના સાગરિત દક્ષની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
પાલનપુરમાં છેતરપિંડી અને ખંડણી માગવાના કેસમાં સાધ્વી જયશ્રીગિરીના સાગરિત દક્ષ પરમારની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.હાઈકોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં પ્રાથમિક ધોરણે આરોપી સામે કેસ બની રહ્યો છે.આ સંજોગોમાં તેના આગોતરા જામીન મંજૂર કરી શકાય નહીં.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 10, 2017, 7:20 PM IST
પાલનપુરમાં છેતરપિંડી અને ખંડણી માગવાના કેસમાં સાધ્વી જયશ્રીગિરીના સાગરિત દક્ષ પરમારની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.હાઈકોર્ટનુ અવલોકન છે કે આ કેસમાં પ્રાથમિક ધોરણે આરોપી સામે કેસ બની રહ્યો છે.આ સંજોગોમાં તેના આગોતરા જામીન મંજૂર કરી શકાય નહીં.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે દક્ષ પરમારને આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી. પોલીસ દ્વારા તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.જો કે બીજી તરફ રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસમાં દક્ષ પરમાર સામે પુરાવા છે અને તે સાધ્વી જયશ્રીગિરીનો સાગરિત છે.હાલ કેસની તપાસ ચાલી રહી છે તેથી તેના આગોતરા જામીન મંજૂરી કરવામાં આવે નહીં.હાઈકોર્ટનુ અવલોકન છે કેપ્રાથમિક ધોરણે દક્ષ પરમાર સામે કેસ બનતો નજરે પડે છે.

ફાઇલ તસવીર
First published: April 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर