બનાસકાંઠાઃ વિફરેલા વાલીઓએ અંતે બે શાળાઓની તાળાબંધી કરી

News18 Gujarati
Updated: June 28, 2019, 1:15 PM IST
બનાસકાંઠાઃ વિફરેલા વાલીઓએ અંતે બે શાળાઓની તાળાબંધી કરી
તાળાબંધી બાદ શાળા બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ

બનાસકાંઠામાં દિયોદરની દેલવાડા પ્રાથમિક શાળામાં ઝર્જરીત ઓરડાઓના અને કાંકરેજની ઘાંઘોસ પ્રા. શાળામાં શિક્ષકોની અનિયમિતતાના મુદ્દે વાલીઓએ આજે શુક્રવારે હંગામો મચાવ્યો હતો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં દિયોદરની દેલવાડા પ્રાથમિક શાળામાં ઝર્જરીત ઓરડાઓના અને કાંકરેજની ઘાંઘોસ પ્રા. શાળામાં શિક્ષકોની અનિયમિતતાના મુદ્દે વાલીઓએ આજે શુક્રવારે હંગામો મચાવ્યો હતો. અને બાળકોના અભ્યાસ માટે ઓરડા ના હોવાથી વાલીઓએ શાળાને તાળાબંધી કરી શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

એક તરફ સરકાર શિક્ષણનું પ્રમાણ વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં બાળકોના અભ્યાસ માટે વાલીઓએ આંદોલન કરવું પડી રહ્યું છે. દિયોદર પાસે આવેલા દેલવાડા પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. જેથી બાળકોને નાછૂટકે બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ઓરડાઓની હાલત ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ ઓરડામાં બેસી શકે તેમ નથી. તેના કારણે જ શાળામાં અભ્યાસ કરતા 260થી વધુ વિદ્યાર્થીઓએ ખુલ્લામાં બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

આ મામલે વાલીઓએ અને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે કંટાળેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે શાળાને તાળાબંધી કરી શાળા આગળ જ ધરણા પર બેસી ગયા હતા. જ્યારે શાળાની વિદ્યાર્થિનીઓ આશા અને કોમલે જણાવ્યું હતું કે અમારી શાળામાં ઓરડા ખરાબ હોવાથી બહાર બેસી અભ્યાસ કરવો પડે છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-મહેસાણા : બે યુવકોને બાંધીને ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ

આ સિવાય કાંકરેજની ઘાંઘોસ પ્રાથમિક શાળા ન. 1માં પણ છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા હતા. જે મામલે પણ વાંરવાર વાલીઓએ રજૂઆત કરવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પણ અસર પડતી હોવાહી વાલીઓએ આજે અહીં પણ શાળાને તાળાબંધી કરી અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો.

દિયોદરની દેલવાડા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં 260થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ આજુબાજુના પાંચ કિમી વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવે છે. અને અહીં ઓરડાઓ સ્થિતિ જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓ ચોમાસામાં પણ બહાર ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને બહાર અભ્યાસ કરતા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પર પણ ખોટી અસર પડી રહી છે. જેથી આજે કંટાળેલા વાલીઓએ શાળા આગળ ધરણા પર બેસી શાળાને તાળાબંધી કરી હતી.

આ પણ વાંચોઃ-ડીસામાં આ ખેડૂત ગટરના પાણીથી ફૂલોની ખેતી કરી કમાય છે મહિને રૂ.50,000

જો 15 દિવસમાં નવા ઓરડાઓ મંજૂરી નહીં મળે તો સદંતર અભ્યાસનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે શાળાની એસ એમ સીના અધ્યક્ષ વાગજીભાઈ જોશીએ અલકેશ જોશીએ જણાવ્યું હતું કે વાંરવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે બાળકોના અભ્યાસ માટે ઓરડા બનાવ્યા નથી. બાળકોએ ચોમાસામાં પણ બહાર બેસી અભ્યાસ કરવો પડે છે. 15 દિવસમાં ઓરડાની મંજૂરી નહીં મળે તો સદંતર શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

શાળાને તાળાબંધી કરતા વાલીઓ


આ મામલે જિલ્લાના નાયબ પ્રાથમિક સિકણ અધિકારી મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે શાળાઓમાં ઓરડા ની મંજૂરી મળી ગઈ છે પરંતુ વાલીઓની માંગ છે કે એક સાથે 4 ઓરડા બનાવવામાં આવે પરંતુ અમારી પાસે જે રીતે મંજૂરી આવે તે રીતે કામ થશે તેમ છતાં અમે વાલીઓને સમજાવી શાળા નું અભ્યાસકાર્ય શરૂ કરાવીશું.
First published: June 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading