પાલનપુર : સર્કિટ હાઉસના કથિત Viral Video અને Photos મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા

પબત પટેલની ફાઇલ તસવીર

Parbat Patel alleged viral Video Case : સોશિયલ મીડિયામાં મુકાયેલા નેતાના કથિત ફોટા અંગે પરબત પટેલે ટકોરો વગાડતાં કહ્યું, '2016થી ઘણા લોકો આવા પ્રયાસ કરી રહ્યા છે, પૈસા માટે પણ લોકો આવું કરી શકે, હું મારી જાતને ઓળખું છું મેં કોઈ ખોટું કામ કર્યુ નથી'

  • Share this:
    બનાસકાંઠા : 'નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મિનીટનો છે, તેમાંથી એક મીનિચનો કટિંગ વીડિયો15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે સોશિયસલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.... નેતાજી પાલનપુરની સર્કિટ હાઉસમાં રંગરેલી રમતા ઝડપાયા, ધન્યવાદ નેતાજી' Maghabhai Patel નામના ફેસબુક પેજ પરથી આવી કથિત પોસ્ટ મૂકવામાં આવી જેમાં એક આપત્તિજનક તસવીર હતી. આ તસવીર અને પોસ્ટ બાદ બનાસકાંઠાનું (Banaskantha) રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠાના સાંસદ (MP) પરબત પટેલે (Parbat Patel) આ વાયરલ પોસ્ટ મુદ્દે આજે નિવેદન આપ્યું છે અને તેમના પર થયેલા આક્ષેપોને (Allegation) સીધી રીતે ફગાવ્યા છે.

    આ તસવીરોમાં દેખાતી કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચિતરવાનો સનસનાટી ભર્યો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે જેની કોઈ પુષ્ટી થઈ નથી. જોકે, બનાસકાંઠાના સાંસદે આ આક્ષેપ અંગે મૌન ધારમ કર્યુ નથી પરંતુ ખુલીને જનતાની વચ્ચે મીડિયા સામે જઈને આવા કોરા આક્ષેપોને ફગાવી દીધા છે.

    વાયરલ વીડિયોનું ભૂત ધૂણ્યું પરબત પટેલે સ્પષ્ટ રીતે રદ્દીયો આપ્યો


    કથિત વીડિયો વાયરલ કરવાની ધમકી અને તેના જ ભાગના આપત્તિજનક ફોટા અંગે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કોઈએ એડિટીંગ કરીને આ ફોટો મૂક્યા છે. મેં ફોટા જોયા નથી મીડિયાના માધ્યમથી મઘાભાઈએ કહ્યું કે 15મીએ વાયરલ કરીશ.'



    પરબતભાઈ પટેલે જણાવ્યું, 'હું પ્રમાણિકપણે કહી શકું છું કે મેં ખોટું કઈ કર્યુ નથી. મારી જાત કેવી છે તે મને ખબર છે. મારા ફોટાના ઉપયોગ કરી અને કોઈએ તેમાં એડલ્ટેશન કરીને કઈક કર્યુ હોય તો મને ખબર નથી પરંતુ હું નખશીખ પ્રમાણિક છું'

    આ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલી તસવીરે રાજકારણ ગરમાવ્યું છે.


    15મી ઑગસ્ટના વીડિયો વાયરલ કરવાની ધમકીના આ મામલે અગાઉ ધમકી ભરી પોસ્ટ આવી હતી ત્યારબાદ આપત્તિજનક તસવીર સાથે વાયરલ થયો છે. પરબત પટેલ કહે છે કે વર્ષ 2016થી ઘણા લોકો આ જ મુદ્દે મારી પાસે પૈસા માટે આવી રહ્યા છે ઘણા લોકો આવ્યા હું કહું છું બતાવું. એ પણ અપરિચીત લોકો હતા આ પરિચીત છે. મારી જાત માટે એટલું કહીશ કે કોઈના તાકાત નથી કે મારું નામ લઈ શકે'



    આમ બનાસકાંઠાના રાજકારણને ગરમાવી નાખનાર આ તસવીર શેર કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના પ્રોફાઇલ પીક્ચર સાથે જોવા મળે છે. જોકે, મઘાભાઈ પટેલને પરબત પટેલ જાણતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ મુદ્દે આગામી સમયમાં 15મી ઑગસ્ટે શું બહાર આવે છે તે તો હવે જોવું જ રહ્યુ
    Published by:Jay Mishra
    First published: