પાલનપુરઃ ટોકરિયાગામે 3 મહિના પહેલાં પાણીમુદ્દે થયેલા હુમલામાં 11ની અટકાયત

પાલનપુરઃ ટોકરિયાગામે 3 મહિના પહેલાં પાણીમુદ્દે થયેલા હુમલામાં 11 આરોપીની અટકાયત કરાઈ

  • Share this:
બનાસકાંઠાઃ પાલનપુરના ટોકરિયા ગામે ત્રણ મહિના પહેલાં પાણીમુદ્દે થયેલી બબાલમાં આરોપીઓ દ્વારા લાકડી, ધારિયા જેવાં હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો., જેમાં 8 જેટલી વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામે ત્રણ મહિના પહેલાં પાણીમુદ્દે સ્થાનિકોમાં ઝઘડો થયો હતો. ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપીઓએ લાકડી, ધારિયા જેવાં હથિયારો વડે સ્થાનિકો પર હુમલો કર્યો હતો. હુમલામાં કુલ આઠ વ્યક્તિને ઇજાઓ થઈ હતી. આરોપીઓ સામે થયેલી ફરિયાદ બાદ ગઢ પોલીસે ત્રણ માસ બાદ હુમલો કરનારા 11 આરોપીઓની અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશને લાવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Published by:Sanjay Joshi
First published: